સુરતના રાંદેરમાં બોરવાડા હનુમાન મંદિરમાં તસ્કરોએ દાનપેટી તોડી

0
16
Share
Share

સુરત,તા.૧૨

સુરતના રાંદેર સ્થિત કોઝ વેના ગેટ પાસે બોરવાડા હનુમાનજીના મંદિર આવેલું છે. આ મંદિરમાં અજાણ્યા ચોર ઈસમોએ ચોરીનો પ્રયાસ કર્યો હોય છે. રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ મંદિરની દાનપેટીને નિશાને લીધી હોય છે. મંદિરની પેટીમાંથી તો કંઈ નીકળ્યું નહોતું. કારણ કે, થોડા દિવસો અગાઉ જ ટ્રસ્ટીઓએ પેટીમાંથી રૂપિયા કાઢી લીધા હોય છે. દાનપેટીમાંથી કંઈ ન નીકળતા તસ્કરોએ કબાટ સહિતની વસ્તુઓમાં તોડફોડ કરી છે. આ અંગે સ્થાનિક ભાવિક ભક્તોને જાણ થતાં પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા કોઝવેના ગેટ પાસે બોરવાડા હનુમાનજીના મંદિર આવેલું છે. આ મંદિરમાં અજાણ્યા ઈસમોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા અને ભગવાન હનુમાનજીની મૂર્તિ પાસે રહેલી દાનપેટી તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે ટ્રસ્ટીઓએ બે દિવસ અગાઉ જ દાનપેટી ખોલી તેમાંથી દાનની રકમ કાઢી લીધી હોવાથી તસ્કરોના હાથે કાઈ લાગ્યું ન હતું.

આ ઉપરાંત તસ્કરોએ મૂર્તિની પાછળ આવેલા કબાટમાં પણ તોડફોડ કરી ચોરી કરવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ કાઈ ન હોવાથી તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા ન હતા. બીજા દિવસે આ બનાવની જાણ ટ્રસ્ટી યોગેશભાઇ વિશ્રામભાઇ બાટીયાને થતા તેઓએ સમગ્ર મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રાંદેર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here