સુરતના મેયર ડો.જગદીશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

0
34
Share
Share

સુરત,તા.૨૪

મહાનગપાલિકાના જણાવ્યા પ્રમાણે, મેયર ડો. જગદિશ પટેલ કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૧૬૭૬ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૧૦૪૨ થયો છે. ગત રોજ શહેરમાંથી ૧૮૫ અને જિલ્લામાંથી ૪૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ ૩૯૧૫૨ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા વધવાની સાથે ૧૪૮૨ થઈ ગઈ છે.

સુરતના મેયર ડો. જગદિશ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતાં ઈન્ફેક્શનથી બચી શકાયું હતું. જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું. ગઈકાલથી થોડી શરદી-ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાથ્યની કાળજી લેવા વિનંતી કરુ છું. હવે થોડા દિવસ સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહી જોડાઈ શકુ તે બદલ માફ કરશો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here