સુરતના પુણાગામમાં ૧૬ વર્ષની યુવતીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

0
20
Share
Share

સુરત,તા.૨૪

પુણા ગામ વિસ્તારમાં આવેલી રાધા ક્રિષ્ના સોસાયટીમાં યુવતીએ આપઘાત કરી લીધો છે. ધોરણ ૮માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા મૃતદેહને પીએમ માટે સ્મીમેર મોકલી આપવામાં આવ્યો છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પુણાગામ વિસ્તારમાં આવેલી રાધા ક્રિષ્ના સોસાયટીમાં આવેલા ચામુંડા એપાર્ટમેન્ટમાં રહેતી રોશનીસિંગ (ઉ.વ.આ.૧૬)એ આપઘાત કરી લીધો છે.

રોશની ૮ ધોરણમાં અભ્યાસ કરતી હતી. રોશનીના પિતા સાડીનું કામ કરે છે. માતા શાકભાજી લેવા ગઈ હતી. આ દરમિયાન પાછળથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. યુવતીના આત્મહત્યા કરવાનું કારણ અકબંધ રહ્યું છે. મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here