સુરતના ત્રણ નિરાધાર બાળકોને મહારાષ્ટ્ર અને રાજસ્થાનના દંપતીએ દત્તક લીધા

0
24
Share
Share

સુરત,તા.૨૫

સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી ભારત સરકાર દ્વારા નવેમ્બર માસને આંતરરાષ્ટ્રીય દત્તક મહિના તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરની સ્પેશિયલાઈઝડ એડોપ્શન એજન્સી કતારગામ દ્વારા એક બાળક અને એક બાળકીને મહારાષ્ટ્ર અને એક બાળકને રાજસ્થાન ખાતે દત્તક આપવામાં આવ્યા છે.

’રામ રાખે તેને કોણ ચાખે’ આવા અનેક કિસ્સાઓ લોકોની સમક્ષ આવતા રહે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય દત્તક મહિનાનામાં સુરતના ત્રણ નિરાધાર બાળકોને પરિવાર મળ્યો છે. એક્શન કમિટીના હસ્તે આ ત્રણ બાળકોને તેમના નવા માતા-પિતાને દત્તક આપવામાં આવ્યા છે. તેમાંથી એક બાળકી માત્ર આઠ મહિનાની છે, તેમજ અન્ય બે બાળકો ત્રણ વર્ષના છે. વર્ષ ૨૦૧૭-૧૮માં આ દંપતીઓ દ્વારા એપ્લિકેશન કરવામાં આવી હતી. હાલ તેઓનું નામ હોલ્ડ પર હતું. જેને ૨૪ નવેમ્બરના રોજ ત્રણેય દંપતી પોતાના બાળકને લેવા માટે સુરત આવ્યા હતા. જ્યેન્દ્રભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર, ત્રણેય બાળકોને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પ્રોટેક્શન અધિકારી અને પ્રોજેક્ટ મેનેજર સ્પેશિયલાઈઝડ એડોપશન એજન્સીની હાજરીમાં દત્તક આપવામાં આવ્યા છે. ત્રણેય પરિવારનું બેકગ્રાઉન્ડ તપાસ કર્યા બાદ જ આપવામાં આવ્યા છે.

હાલ આઠ મહિનાની બાળકી જ્યારે એજન્સીમાં આવી હતી. ત્યારે તે માત્ર ચાર થી પાંચ દિવસની હતી અને પરિવાર દ્વારા તરછોડાયેલી હાલતમાં હતી. જોકે હવે બાળકીેને તેના માતા-પિતા મળ્યા છે. બાળકીને મહારાષ્ટ્રના એક પરિવારને સોંપવામાં આવી છે. જે પરિવાર આર્થિક રીતે સદ્ધર છે. તેમજ તેઓને પોતાનું એક પણ બાળક નથી. બાળકીને દત્તક લેનારા દંપતીમાંથી માતા એડવોકેટ અને પિતા ખાનગી નોકરી કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here