સુરતના ડુમસ દરિયા કિનારે કોરોનાના નિયમોનો કડક અમલ, સ્ટોલ ધારકોમાં રોષ

0
21
Share
Share

સુરત,તા.૧૯
દિવાળીના તહેવારમાં રજાની મજા માણવા માટે શહેરીજનો ડુમસ દરિયા કિનારે પરિવાર સાથે સહેલગાહ માણવા જતાં હોય છે. જો કે, કોરોનાની એસઓપી અને આંટીઘૂંટી ભર્યા નિમયોના કારણે પ્રવાસીઓ ઓછા આવે છે અને પ્રવાસીઓને ભગાડી પણ મુકવામાં આવે છે. જેથી ડુમસ બિચ પર સ્ટોલ રાખીને ભજીયા સહિતનું વેચાણ કરનારા ૧૫૦ જેટલા સ્ટોલ ધારકોની રોજગારીને અસર પહોંચી હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. લોકડાઉન બાદ પણ સુરતના ફરવાના સ્થળે એવા ડુમસ પર કડક રીતે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવામાં આવે છે. શનિ-રવિવારે શુદ્ધ ઓક્સિજન અને પ્રવાસન સ્થળ ડુમસ પરથી લોકોને સાયરન વગાડી ભગાડી દેવામાં આવ્યા હોવાનું જણાવતાં સ્થાનિક વેપારીઓએ કહ્યું કે,
ચૌટા બજાર, મોલ, થિયેટર ચાલુ થયા છે. ત્યાં લોકો એકઠા થાય છે. જ્યારે પ્રવાસન સ્થળ પર કડક અમલ કરાવવામાં આવતાં ડુમસના ફૂડ સ્ટોલ ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ફૂડ સ્ટોલ ધારક રમેશભાઈ લશ્કરીએ જણાવ્યું કે, અહિં૧૫૦ જેટલા સ્ટોલ ધારકોની રોજગારી સામે ઉભો થયો પ્રશ્ન ઉભો થયો છે. બટાકા-ટામેટાના ભજીયા અને રતાળુ પુરીના શોખીનો ૨૦૨૦ના નવા વર્ષે ભજીયાના સ્વાદનો આનંદ પણ ન માણી શક્યા.સાંજે ૫ વાગ્યા બાદ ડુમસ પ્રવાસન સ્થળ સુમ સાન પોલીસ નિયમો હેઠળ બનાવી દે છે.
સુરતીઓ સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી ડુમસના ભજીયાનો સ્વાદ માણવા એકલ ડોકલ આવી રહ્યા છે. લોકડાઉન બાદ દિવાળી-નવા વર્ષ ની ગ્રાહકી નીકળવાની રાહ જોઈ રહ્યા હતા પણ કાયદા ની આતી ઘૂંટીમાં હેરાન કરી દીધા છે.સ્ટોલ ધારકોની રોજગારી જ ડુમસ આવતા પ્રવાસીઓ પર જ નિર્ભય રહેતી આવી છે.મોટાભાગની વિધવા બહેનો મકાઈ, ભેળ, મેગી અને ફ્રુટ અને તરોફા (નારિયેળ પાણી) વેચી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.હોર્સ અને કેમલ રાઈડિંગ અને સ્પોર્ટ બાઇક વાળા પણ રોજગારી મેળવી રહ્યાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here