સુરતના ડીસીપી વિધિ ચૌધરી કોરોનાગ્રસ્ત થતા પોલીસ બેડામાં ફફડાટ

0
19
Share
Share

સુરત,તા.૨૮

શહેરમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. હવે ડીસીપી વિધિ ચૌધરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. ડીસીપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. ડીસીપીના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં હાલ ગુજરાતમાં અમદાવાદ બાદ બીજુ સૌથી વધુ સંક્રમિત શહેર છે. સુરતમાં ગઇકાલ સાંજ સુધીમાં ૪૨૪૨ કેસ નોંધાયા છે. તો આ મહામારીને કારણે ૧૫૩ લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ અત્યાર સુધી ૨૮૦૧ લોકો સાજા થયા છે. મહત્વનું છે કે, સુરતમાં છેલ્લા એક સપ્તાહથી પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો વધારો થયો છે. અહીં દરરોજ ૧૫૦થી ૨૦૦ નવા કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાત્રે રાજ્ય સરકારના મેડિકલ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૩૦ હજાર ૭૭૪ પર પહોંચી ગઈ છે. જેમાં અત્યાર સુધી ૧૭૯૦ લોકોના મૃત્યુ થયા છે. તો કુલ ૨૨૪૧૭ દર્દીઓ અત્યાર સુધી રિકવર થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા ૨૦૨૬૯ છે, તો ૧૪૧૧ લોકોના મૃત્યુ પણ થયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here