સુરતના ડીંડોલીમાં રસોડામાં ભોંયરૂ બનાવી છુપાવેલો ૧૦૬૭ બોટલ દારૂ ઝડપાયો

0
24
Share
Share

સુરત,તા.૨૮
સુરત શહેરના ડીંડોલીમાં આવેલા ગણેશ નગરમાં એક ઘરના રસોડામાં જમીનની અંદર ભોંયરૂ બનાવી છુપાવેલો વિદેશી બનાવટનો ૧૦૬૭ બોટલ ૯૮ હજારનો દારૂ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો બિનવારસી હોવાથી પોલીસે રૂમમાંથી મળી આવેલા લાઇટ બિલના આધારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ગત રાત્રે નનામો ફોન આવ્યો હતો. ફોન કરનારે ડીંડોલી મણીનગર પાછળ શાકભાજી માર્કેટ નજીક ગણેશ નગર રૂમ નં. ૧૨માં દારૂ છુપાવેલો છે. જેને પગલે ડીંડોલી પોલીસે ગણેશ નગરના રૂમ નં. ૧૨ માં દરોડા પાડ્યા હતા.
રૂમનો દરવાજો ખુલ્લો હોવાથી અંદર પ્રવેશી સર્ચ કર્યુ હતું. જે અંતર્ગત રસોડાના પ્લેટફોર્મ પર રણધીરકુમાર સહદેવ પાઠક (રહે. ૧૨, ગણેશનગર, મણીનગર નજીક, ડીંડોલી) ના નામ વાળું લાઇટ બિલ મળી આવ્યું હતું. ઉપરાંત રૂમમાં એક ટાઇલ્સનો ટુકડો પડેલો હતો. આ ટુકડો ઉંચકતા જમીનમાં નાનકડું એક ભોંયરૂ મળી આવ્યું હતું. ભોંયરામાં પ્લાસ્ટિકના કોથળો હતો અને તેમાં વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ૧૦૬૭ નંગ બોટલ કિંમત ૯૮ હજારનો જથ્થો મળી આવ્યો હતો. ડીંડોલી પોલીસે દારૂનો જથ્થો કબ્જો લઇ રણધીરકુમાર પાઠક વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે રણધીરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here