સુરતના ડિંડોલીમાં રૂપિયાની લેતી દેતીમાં યુવકની ગળુ દબાવી હત્યા

0
20
Share
Share

સુરત,તા.૧૪

ડિંડોલી ભેસ્તાન-મુંબઈ રેલવે ટ્રેક ઉપર જરીના કારીગરને મારીને ફેંકી દેનાર કોન્ટ્રાકટર સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એડવાન્સ રૂપિયાને લઈ થયેલા ઝઘડા બાદ કોન્ટ્રાકટરે કારીગરની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ ગૂમ દીકરાને શોધતા પિતા સાથે આખો દિવસ રહેનાર કોન્ટ્રાક્ટરે રીક્ષા ચાલકને હત્યા કરી રેલવે ટ્રેક પર ફેંકી દીધો હોવાની કબૂલાત કર્યા બાદ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. સંજયસિંગ મગદેવસિંગ ભૂમિહાર (મૃતક દીકરા નિલેશના પિતા) એ જણાવ્યું હતું કે,

૧૯ વર્ષીય દીકરો નિલેશ જરીના કારખાનામાં ઓપરેટર તરીકે કોન્ટ્રાકટર સેન્તુ અરુણસિંગ ભૂમિહાર ત્યાં કામ કરતો હતો. નિલેશે કોન્ટ્રાકટર પાસે એડવાન્સ રૂપિયા માગ્યા હતા. જોકે સેન્તુએ ૫૦૦ રૂપિયા આપી બીજા રૂપિયાની વ્યવસ્થા થાય એટલે કરી આપીશ એમ કહ્યું હતું. ત્યારબાદ ૧૨મી એ સવારે નિલેશ કામ પર ગયા બાદ પરત આવ્યો ન હતો. એજ દિવસે કોન્ટ્રાકટર સેન્તુ ઘરે મળવા આવ્યો હતો અને નિલેશ મારી ચપ્પલ અને મોબાઈલ લઈને ચાલ્યો ગયો છે એમ કહ્યું હતું. જેથી મેં નિલેશને ફોન કરતા એણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ નિલેશનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. આખો દિવસ એની રાહ જોયા બાદ રાત્રે પણ એ ઘરે આવ્યો ન હતો.

દીકરાની શોધખોળ વચ્ચે કોન્ટ્રાકટર સેન્તુ ફરી ઘરે આવ્યો હતો અને કહેતો હતો કે, નિલેશની માતાની તબિયત સારી ન હોવાનું કહી રૂપિયા અને મોબાઈલ લઈ ગયો છે. ચાલો મારી સાથે અને મને (મૃતકના પિતાને)દવા અપાવો એમ કહી એ મને બહાર લઈ ગયો હતો. જ્યાં ઉભેલી એક રીક્ષામાં બેસાડી મને કારખાને લઈ જવા દબાણ કરતો હતો. જોકે હું આઉ છું એમ કરી મારા નાના દીકરાને હકીકત કહેવા ગયો હતો. ત્યારે સેન્તુએ રીક્ષા ચાલકને કહ્યું હતું કે, મેં આના દીકરાને મારીને રેલવે ટ્રેક પર ફેંકી દીધો છે એમ સંજયસિંગે વધુમાં ઉમેર્યું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here