સુરતના કતારગામમાં પાલિકાના અધિકારીઓને બાનમાં લેવા પ્રયાસ

0
28
Share
Share

સુરત,તા.૧૯
સુરતના કતારગામ વિસ્તારમાં શાકભાજી વિક્રેતાઓ દ્વારા રસ્તાઓ પર દબાણ કરવામાં આવતા હોવાની ફરિયાદ વારંવાર કોર્પોરેશનમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી જેના આધારે આજે દબાણ ખાતાની ટીમ દ્વારા કતારગામ વિસ્તારમાં જઈ બાલાશ્રમની આસપાસ જેટલી પણ શાકભાજી વિક્રેતાઓ ની લારી હતી તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે દબાણ ખાતાની ટીમ પહોંચી ત્યારે શાકભાજી વિક્રેતાઓએ ઝપાઝપી કરી હુમલો કર્યો હતો.જેથી કોર્પોરેશનના ચારેક કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી.આથી પોલીસ કાફલાને ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી. સુરત કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ દબાણ દૂર કરવા જતા શાકભાજી વિક્રેતાએ હુમલો કરી દીધો સમગ્ર ઘટનામાં ચારેક કોર્પોરેશનના કર્મચારીઓને ઇજા થઇ છે.
એકાએક થયેલા હુમલાને કારણે કોર્પોરેશનની ટીમ દ્વારા કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસને ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં પીસીઆર વાન ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.શાકભાજી વિક્રેતા અને પાથરણાવાળા બાળાશ્રમ વિસ્તારની આસપાસ સવારે અને સાંજના સમયે ખુબ મોટી સંખ્યામાં એકત્રીત થઈ જાય છે તેના કારણે ટ્રાફિકની પણ ખૂબ સમસ્યા સર્જાતી હોય છે.
લોકોએ ફરિયાદ નોંધાવતા કોર્પોરેશનની ટીમે આજે કાર્યવાહી શરૂ કરી હતી. કોર્પોરેશનની ટીમ દ્વારા દબાણ ખાતો અને ઢોર પાર્ટી દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં જ્યારે કામગીરી કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની ઘટના બનતી રહે છે. રખડતા ઢોરોનો પણ શહેરમાં ખૂબ જ મોટો બદલો છે. જ્યારે કોર્પોરેશન દ્વારા આ ઢોરને ઉચકવા માટે ટીમ રવાના થાય છે. ત્યારે ઘરના માલિકો દ્વારા તેમના ઉપર હિંસક હુમલો થવાની અને ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here