સુરતનાં કોંગ્રેસ MLAએ માસ્કનો બહિષ્કાર કર્યો

0
11
Share
Share

સરકાર કોરોનાનાં નામે લોકોને બીવડાવી રહી છે

સુરત,તા.૨૯

હાલ ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી બાજુ સુરતમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં સુરતમાં માંડવીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય આનંદ ચૌધરીનાં એક નિવેદન પર વિવાદ સર્જાયો છે. આનંદ ચૌધરીએ કહ્યું કે, મુદ્દા ભટકાવવા માટે સરકાર કોરોનાથી લોકોને ડરાવે છે.

પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારાને લઈ આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુરત ખાતે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવવધારાના વિરોધમાં રેલી અને આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ સમયે સુરતનાં માંડવીના કોંગ્રેસનાં ધારાસભ્ય આનંદ ચૌધરીએ માસ્કનો બહિષ્કાર કર્યો હતો.

માસ્ક ન પહેરીને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ મીડિયાને સંબોધન કર્યું હતું અને કહ્યું કે, માસ્ક્ષ માત્ર અને માત્ર લોકોને બીવડાવવા માટે જ છે. સુરતની આટલી મોટી વસ્તીમાં ૨૦૦ લોકોનાં મૃત્યુ થવા જોઈએ. સરકાર કોરોનાનાં નામે લોકોને બીવડાવી રહી હોવાનો આરોપ પણ આનંદ ચૌધરીએ લગાવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here