સુરત:ટીઆરબી જવાન ઉપર હુમલો કરનારા શખ્સની ધરપકડ

0
19
Share
Share

યુવાને ટીઆરબી જવાને અપશબ્દો ઉચ્ચારી  ધમકી આપી તેની સાથે હાથાપાઈ કરતા ટ્રાફિક જામ થઇ ગયો હતો

સુરત,તા.૯

સુરત શહેરના ઉધના દરવાજા ખાતે રોંગ સાઇડ આવી રહેલા મોપેડ ચાલકને ટીઆરબી જવાને અટકાવ્યો હતો. મોપેડ સવાર યુવાને ટીઆરબી જવાને અપશબ્દો ઉચ્ચારી  ધમકી અપાઈ તેની સાથે હાથાપાઈ કરતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટનાને પગલે ખટોદરા પોલીસે મોપેડ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતમાં મોટર વેહિકલ એક્ટનો સુધારેલ કાયદો આવ્યા બાદ દરરોજ શહેરમાં કોઈને કોઈ જગ્યા પર શહેરના લોકો ટ્રેક મુદ્દે ક્યાં પોલીસ તો ક્યાંક ટીઆરબી જવાન સાથે માથાકૂટ થતી હોય છે. ત્યારે ગતરોજ સુરતના રીંગરોડ સ્થિત ઉધના દરવાજા ખાતે ટ્રાફિક પોઇન્ટ ઇન્ચાર્જ હે. કો. મનસુખ નારણ અને ટીઆરબી જવાન જેનીશ અશોક, ભાવેશ ઠાકોર, સાહીદ સત્તાર, અજય કિશોર અને તોહસીફ હુસૈન શેખ ફરજ બજાવી રહ્યા હતા.

દરમિયાનમાં સબજેલથી ઉધના દરવાજા તરફ પુર ઝડપે આવી રહેલા મોપેડ ચાલકને તૌહસીફ હુસૈને અટકાવવા હાથથી ઇશારો કરી રિટર્ન જવા કહ્યું હતું. પરંતુ મોપેડ ચાલકે ટીઆરબી જવાનના ઇશારાની અવગણના કરી હતી. જેથી તોહસીફે મોપેડને અટકાવતાની જગ્યા પર આગળ આવી રહ્યો હતો. જેને લઈને આ ટીઆરબી જવાને આ મોપેડ ચાલકને અટકાવ્યો હતો. બસ ત્યાર બાદ મોપેડ ચાલાક સાજીદ મેહબુબ શેખ ગુસ્સે ભરાઈ ગયો હતો. અને  ચાલક સાજીદ મેહબુબ શેખે તારી પાસે મને રોકવાની કોઇ સત્તા નથી, તેમ છતા કેમ હિંમત કરે છે. એમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. તોહસીફે અપશબ્દો બોલાવનું ના કહેતા અને ઇન્ચાર્જ મનસુખ નારણને જાણ કરતા સાજીદે મોપેડ હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સાજીદને અટકાવવાનો પ્રયાસ કરતા તેણે તોહસીફ સાથે ઝપાઝપી કરતા અન્ય ટીઆરબી જવાનો અને ઇન્ચાર્જ હે. કો. મનસુખ નારણ દોડી આવ્યા હતા અને ઉધના દરવાજા ટ્રાફિક ચોકી પર લઇ ગયા હતા. જ્યાં પણ સાજીદેપોલીસ કર્મચારી સાથે મારમારી કરતા છેવટે ખટોદરા પોલીસને જાણ કરી હતી. સાજીદ વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ અને મારામારી કરવા બદલ ગુનો દાખલ કારવિયો હતો જેના આધારે ખટોદરા પોલીસે આ મોપેડ ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here