સુરક્ષાના કારણે ચૂંટણી હારવા છતાંયે ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવા નથી તૈયાર

0
17
Share
Share

વોશિંગટન,તા.૧૯

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા છોડવા તૈયાર નથી. એક તરફ કાયદાકીય કાર્યવાહી ચલાવી રહ્યાં છે તો બીજી બાજુ એક પછી એક ધડાધડ નિર્ણયો લઈ રહ્યાં છે. ટ્રમ્પ મીડિયાના સવાલોના જવાબ પણ નથી આપી રહ્યાં. ડૉનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસથી લગભગ ૪૦ કિમી દૂર વર્જિનીયામાં ગોલ્ફ રમી રહ્યાં છે. જ્યારે કેટલાક અધિકારીઓને બરતરફ કરી રહ્યાં છે અને અતિમહત્વના નિર્ણયો પણ લઈ રહ્યાં છે. આ મહત્વના નિર્ણયોમાં અફઘાનિસ્તાન અને ઈરાકથી અમેરિકન સૈનિકોને પાછા બોલાવવાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ અને પત્ની મેલાનિયાને રજા માટે સાઉથ ફ્લોરિડામાં તેમના રિસોર્ટમાં જવાનું હતું. પરંતુ હવે તેમણે વોશિંગ્ટનમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.

વ્હાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બંકરમાં રહેવાની માનસિકતા છે. અહીં ટ્રમ્પ સુરક્ષીત અનુંભવી રહ્યાં છે. ચૂંટણીના દિવસે વ્હાઈટ હાઉસની બહાર મેટલ ફેન્સિંગ કરવામાં આવી હતી. જે હવે હટાવી દેવામાં આવી છે. ચૂંટણીમાં હારવા છતાંયે ટ્રમ્પ હાર માનવા માટે તૈયાર નથી. તે લોકતંત્રની જંગ કાયદાકીય રીતે જીતવા માગે છે. ૨૦૧૬માં તેમણે લોકતાંત્રિક રીતે જ ચૂંટણી જીતી હતી. હવે કદાચ પોતે જ આ વાત ભૂલી ગયા છે. તેમણે ૪ વર્ષના શાસનકાળમાં કદાચ જ એવી કોઈ તક જ્યારે કેમેરાથી અને ટીવીથી આ પ્રકારે અંતર રાખ્યું હશે. પણ ૩ નવેમ્બર બાદ તેઓ મીડિયા સાથે સતત અંતર જાળવી રહ્યાં છે.

ત્રણ નવેમ્બર પછી અનેકવાર ટ્રમ્પના પબ્લિક પ્રોગ્રામ લિસ્ટ કરવામાં આવ્યા, પણ દરેક વખતે તેને રદ્દ કરી દેવાયા. ગત સપ્તાહે ગુરુવારે તેમને વિદેશ અને નાણાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સને પણ ૨ વાર મળી ચુક્યાં છે. પણ લગભગ એક મહિનાથી તે ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ નથી લઈ રહ્યાં. જો કે, એ પણ સાચું છે કે આ બ્રીફિંગ પ્રેસિડેન્ટ ઈલેક્ટ બાઈડન સુધી પણ નથી પહોંચી રહી.

વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી બંધ

ઘણા વિદેશી નેતા બાઈડનને જીતની શુભેચ્છા પાઠવી ચુક્યાં છે. તો આ તરફ ટ્રમ્પે આ રાષ્ટ્રધ્યક્ષો સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈન્યુઅલ મેન્ક્રો સાથે તેમણે ૩૦ ઓક્ટોબરે વાતચીત કરી હતી. ત્યારબાદ કોઈ વિદેશી નેતા સાથે સંપર્ક નહોતો કર્યો. તેમને અંગત મિત્ર બેન્જામિન નેતન્યાહૂ અને નરેન્દ્ર મોદીનો પણ નહીં.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here