સુપ્રીમ કોર્ટની મજાક ઉડાવનાર કોમેડિયન કૃણાલ કામરાનો માફી માંગવાનો ઈનકાર

0
16
Share
Share

મુંબઈ,તા.૧૩

રિપબ્લિક ટીવીના મેનેજિંગ એડિટર અરનબ ગોસ્વામીને જામીન આપવા બદલ સુપ્રીમ કોર્ટની ટીકા કરનારા કોમેડિયન કૃણાલ કામરા સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરવા એટર્ની જનરલ કે કે વેણુગોપાલે મંજૂરી આપી છે. જોકે કોમેડિયન કામરા ઝુકવાના મુડમાં ના હોય તેમ લાગે છે.કામરાએ સુપ્રીમ કોર્ટ અને એટર્ની જનરલને ખુલ્લો પત્ર લખીને કહ્યુ છે કે, મેં જે પણ ટિ્‌વટ કર્યા હતા તે સુપ્રીમ કોર્ટની ભેદભાવભરી નીતિ માટે કર્યા હતા.હું નથી માફી માંગવાનો કે નથી વકીલ રાખવાનો.

મને તો મારી વાત રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટના જજ ઓડિયન્સ તરીકે મળવાના છે.મારો અભિપ્રાય બદલાયો નથી કારણકે બીજાની વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં સુપ્રીમ કોર્ટનુ મૌન ટીકાપાત્ર છે. કામરાએ કહ્યુ છે કે, હું મારા ટિ્‌વટ પાછા ખેંચવા માટે કે માફી માંગવાનો ઈરાદો ધરાવતો નથી.મને લાગે છે કે, હાલમાં નોટબંધી સાથે સંકળાયેલી પિટિશન, કલમ ૩૭૦ રદ કરવા માટેની પિટિશન જેવા કેસ પર સુનાવણીની વધારે જરુર છે.સુપ્રીમ કોર્ટે મારા ટિ્‌વટ સામે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી તો મને લાગે છે કે,

મારા નિવેદનને કોર્ટની અવમાનના ગણતા પહેલા સુપ્રીમ કોર્ટને પણ હસવુ આવશે.આ પહેલા મેં કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટમાં ગાંધીજીની જગ્યાએ હરિશ સાલ્વેનો ફોટો લગાવાય પણ હવે એવુ પણ ઉમેરવા માંગુ છું કે, પંડિત નહેરુનો ફોટો હટાવી વકીલ મહેશ જેઠમલાનીનો ફોટો લગાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કૃણાલ કામરાએ ટિ્‌વટ કર્યુ હતુ કે, દેશની સુપ્રીમ કોર્ટ મજાક સમાન છે.એટોર્ની જનરલનુ માનવુ છે કે, કોમેડિયનના ટિ્‌વટ બેહદ આપત્તિજનક છે.આજકલ લોકો સુપ્રીમ કોર્ટની ગમે તેવી ટીકા કરવા માંડ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here