મુંબઈ,તા.૨૬
સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે થયેલા વિવાદ પછી હેડલાઇન્સમાં રહેલો ‘ધ કપિલ શર્મા શો’ વિશે વધુ એક ખુલાસો થયો છે, આ ખુલાસો હાસ્ય કલાકાર સુગંધા મિશ્રાએ કર્યો છે. સુગંધાએ કહ્યું છે કે કપિલ અને સુનીલ ગ્રોવર વચ્ચેના વિવાદ પછીથી શોનું ફોર્મેટ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. સુગંધાએ વર્ષ ૨૦૧૭ માં આ શો છોડી દીધો હતો. સુગંધા મિશ્રાએ જણાવ્યું હતું કે કપિલ અને સુનિલ વચ્ચેના વિવાદથી બધું બદલાઈ ગયું હતું. અમને લાગ્યું કે હવે અમારી સફર અહી પૂરી થશે. સુનીલ ગ્રોવરે શો છોડ્યા પછી શોનું આખું ફોર્મેટ બદલાઈ ગયું હતું અને ત્યારબાદ બધ ફરીથી શરૂ કરવું પડ્યું.
સુગંધાએ કહ્યું, “આ વિવાદથી બધી વસ્તુ બાદલઈ ગઈ. ત્યાં સુધી કે અમારી મહેનતને પણ બ્રેક લાગી ગયો. આ શો વિશે અમને ઘણાં સપના હતાં પણ બધા જ સપના એક જ ઝટકામાં તૂટી ગયા હતા. તે દિવસે અમે ખૂબ જ ભાવુક અને દુઃખી હતા. સુગંધાએ કહ્યું કે, હવે તે ‘ધ કપિલ શર્મા શો’માં પાછી નહીં ફરે અને તે શોમાં જવાનો હાલ મારો કોઈ પ્લાન નથી. હવે હું સ્ટાર પ્લસ પર આવનારા એક શો માટે શૂટિંગ કરી રહી છું.
આ દિવસોમાં હું ખૂબ જ વ્યસ્ત છે. અમારે આખો દિવસ શૂટિંગ પર રહેવું પડતું હોઈ છે અને મારી પાસે બીજે ક્યાંય પણ કામ કરવાનો સમય નથી. સુગંધા સહીત સુનીલે વર્ષ ૨૦૧૭ માં ‘ધ કપિલ શર્મા શો’ છોડી દીધો હતો. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે એક ફ્લાઇટમાં દલીલ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે અંતર વધવાનું શરૂ થયું હતું. સુનીલ ગ્રોવરે આ પછી શો છોડવાનું મન બનાવી લીધું હતું. તે જ સમયે, સુનીલે શો છોડ્યા બાદ સુગંધાએ પણ શો છોડી દીધો હતો.