સુદીપની પત્ની પિયાનો ચહેરો ઐશ્વર્યાને મળતો આવે છે

0
28
Share
Share

પિયા યુટ્યૂબ ચેનલ ચલાવે છે, જેના પર તે બ્યૂટી ટિપ્સ આપવાની સાથે ટ્રાવેલ સાથે જોડાયેલી જાણકારી આપે છે

નવી દિલ્હી,તા.૧

દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ૨૦૦૯માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સુદીપ ત્યાગીની પત્ની પિયા ત્યાગી છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં છે.  સુદીપે ૧૮ નવેમ્બરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. ત્યારથી તેની પત્ની સોશિયલ મીડિયામાં છવાયેલી છે. ૪ વન-ડે અને એક ટી-૨૦ મેચમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરનાર સુદીપનો પ્રથમ આંતરરાષ્ટ્રીય શિકાર કુમાર સંગાકાર બન્યો હતો. ૨૦૧૦માં સુદીપ ટીમ ઇન્ડિયા માટે અંતિમ મેચ રમ્યો હતો. સુદીપની પત્ની પિયા ઇંસ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. આઈપીએલની બે સિઝન ૨૦૦૯ અને ૨૦૧૦માં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કુલ ૧૪ મેચ રમી ચૂકેલા સંદીપની પત્ની ટ્રાવેલર હોવાની સાથે સાથે બ્યૂટી ફિલ્ડથી પણ જોડાયેલી છે. પિયા પોતાની યુટ્યૂબ ચેનલ ચલાવે છે, જેના પર તે બ્યૂટી ટિપ્સ આપવાની સાથે ટ્રાવેલ સાથે જોડાયેલી જાણકારી પણ આપે છે. ઇંસ્ટાગ્રામ પર તેના ૪ લાખથી વધારે ફોલોઅર્સ છે. સુદીપની વાત કરવામાં આવે તેણે નિવૃત્તિની જાહેરાત સાથે કહ્યું હતું કે તે જ્યાં તક મળશે ત્યાં રમશે. પ્રશંસકો પિયાને બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઐશ્વર્યા રાયની કોપી બતાવે છે. પ્રશંસકોના મતે પિયાનો ચહેરો ઘણા હદ સુધી ઐશ્વર્યા રાયને મળતો આવે છે. ખાસ કરીને તેની આંખો ઐશ્વર્યા રાય જેવી લાગે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here