સુત્રાપાડા : વડોદરા ઝાલા ગામે ખારા પાણીને મીઠું બનાવવાનો પ્લાન્ટ રદ કરવા રજૂઆત

0
20
Share
Share

ગુજરાત ખેડૂત સમાજની મુખ્યમંત્રીને પત્ર પાઠવી ઉઠાવી માંગ

ગીરગઢડા, તા.૧૦

ગુજરાત ખેડૂત સમાજ ગુજરાત રાજ્યના ગીરસોમનાથ જીલ્લાનાં પ્રમુખ અને ઉપપ્રમુખ રજૂઆત છે કે સુત્રાપાડા તાલુકાના વડોદરા (ઝાલા) ગામે અરબી સમુદ્ર કિનારે રેવન્યુ સર્વે નં.૭૯૭પી૧ની ગૌચરની સદરના વિસ્તાર હે.૧૪૬-૧૬-૬૯ ચો.મી. જમીનમાંથી હે ૧૨-૦૦-૦૦ ચો.મી. જમીન ડી-સેલિનેશન ખારા પાણીને મીઠું બનાવવાનાં પ્લાન્ટ બનાવવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને ભાડાપેટે ફાળવી આ જમીન ઉપર ખારા પાણીને મીઠું બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મેગા પ્લાન્ટ સ્થાપવા સામે વડોદરા (ઝાલા) ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા છેલ્લા ૧૦ દિવસથી ધરણા કરી વિરોઘ્ધ કરવામાં આવી રહ્યો છે જે બાબતે સ્થાનિક ખેડૂતોના પરિવારની બહેનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનો પણ આપવામાં આવેલ છે, તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જમીનનો કબ્જો મેળવવાની કાર્યવાહી દરમિયાન ખેડૂતો દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરવા જતા સ્થાનિક પોલીસ ખાતા દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે જે ખુબ દુખની બાબત છે, અમો ગુજરાત ખેડૂત સમાજની ગીરસોમનાથ જીલ્લાનાં કાર્યકર્તા દ્વારા વડોદરા (ઝાલા) ગામના ખેડૂતો અને સ્થળની મુલાકાત લેતા જે ખેડૂતોના પ્રશ્ન અન્વયે જે બાબતો ઘ્યાને આવેલ છે તેમનાથી રાજ્યનાં મુખ્યમંત્રીને રજૂઆત કરી વડોદરા (ઝાલા) ગામના ખેડૂતોનો જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તેમનુ નિરાકરણ લાવવા અપીલ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here