સુત્રાપાડા : બ્રહ્માનંદ ભારતીબાપુ દ્વારા ૫૨,૧૦૦ નુ અનુદાન

0
60
Share
Share

ગીરગઢડા, તા.૭

સુત્રાપાડા તાલુકા વિકાસ અધિકારી રાણાભાઈ ઓડેદરાના જણાવ્યા મુજબ તાલાલા અને સુત્રાપાડા તાલુકાની સરહદે ભીમદેવળથી ખાંભા ગામ જતા રસ્તામાં આવેલ જે વંદના ભારતી આશ્રમના મહંત સ્વામી બ્રહ્માનંદ ભારતીબાપુએ જણાવ્યું કે ભારત દેશ ઉપર આવેલ કોરોના મહામારી સામે લડવા સાધુ સંતો શા માટે પાછળ રહે ?

ગીર સોમનાથ જીલ્લાના તમામ સંતોને પ્રેરણા મળે તેવો દાખલો બેસાડતા આ સંત ટી.ડી.ઓ. આર.વી.ઓડેદરા મારફત પ્રધાનમંત્રી કોરોના રીલીફ ફંડમાં રૂા.૨૧,૦૦૦, મુખ્યમંત્રી કોરોના રીલીફ ફંડમાં રૂા.૨૧,૦૦૦, ભીમદેવળ ગ્રામ પંચાયતના સરપંચ તનસુખબાપુને રૂા.૫,૧૦૦ તથા ખાંભા ગ્રામ પંચાયતના સરપંચ લાખાભાઈ પરમારને રૂા.૫,૧૦૦ એમ કુલ રૂા.૫૨,૧૦૦ નુ માતબર દાન એક સંત તરીકે આપી આખા સમાજના તમામ લોકો, આગેવાનો, નેતાઓ, સાધુ સંતો, મહંતોને પ્રેરણારૂપ કાર્ય કર્યુ છે.

https://wp.me/pbR7I8-9b5

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here