ટ્રકની હડફેટે બે વ્યક્તિનું મોત નિપજતા પરીવારે અકસ્માત વળતર મેળવવા દાદ માંગી તી
કોડીનાર, તા.૨૯
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના સ્વ.જેસીંગભાઈ દેવાભાઈ બારડ તથા સ્વ.સુરેશભાઈ ગોવિંદભાઈ બારડના અકસ્માત મૃત્યુના કેસમાં કોડીનારના મોટર એકસી. કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા રૂા.૩૭,૮૬,૫૩૦ નુ વળતર ચુકવવા આદેશ કર્યો હતો.
આ કેસની ટુંકમાં વિગત જોઈએ તો ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના જેસીંગભાઈ દેવાભાઈ બારડ અને સુરેશભાઈ ગોવિંદભાઈ બારડ ખેતીકામ કરતા હોય અને તેઓનુ તા.૧૧/૩/૧૯ ના રોજ સુત્રાપાડા પાસે ટ્રક અકસ્માતે મોત નિપજ્યા હતા આ બાબતે ગુજ.ના વારસદારોએ મોટર એકસી. કલેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ અકસ્માત કરનાર ટ્રકના ડ્રાઈવર, માલીક અને વિમા કંપની સામે કલેઈમ અરજી દાખલ કરેલી જે કલેઈમ જજ એન.એલ.દવેની કોર્ટમાં ચાલી જતા આ કામે અરજદારે રજુ કરેલા પુરાવા, એડવોકેટ પ્રતાપસિંહ ચાવડાની દલીલો ઘ્યાને લઈ જજે માત્ર છ માસની અંદર હુકમ કરી ગુજ.જેસીંગભાઈ બારડના વારસદારોને રૂા.૧૨,૫૮ લાખ અને ગુજ.સુરેશભાઈ બારડના વારસદારોને રૂા.૨૫,૨૮ લાખ અરજીની તારીખથી ૯% લેખેનુ વ્યાજ તથા ખર્ચ સહીતની તમામ રકમ ચુકવવા હુકમ કરેલો છે.