સુગમ વ્યવસ્થા સાથે કોરોના અને અન્ય રોગના દર્દીઓની સારવાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

0
21
Share
Share

જુન માસ થી સપ્ટેમ્બર માસ સુધીમાં રાજકોટ સિવિલ દ્વારા કોવીડ પોઝીટીવના ૮૬ અને નોન કોવીડના ૧૩૫૫ દર્દીઓનું સાવચેતીપૂર્વક કરાયેલ ડાયાલીસીસ

રાજકોટ,તા.૯

માનવીય શરીર રચનામાં દરેક અંગ અને દરેક ક્રિયાનું સવિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને લોહી શુધ્ધિકરણની પ્રક્રિયા. આ પ્રક્રિયા વ્યવસ્થિત થાય તે માટે કીડની મહત્વની ભુમિકા ભજવે છે. પરંતુ જ્યારે કીડની કોઈ બિમારીને કારણે લોહી શુધ્ધિકરણની પ્રક્રિયા કરવાનું બંધ કરી દે ત્યારે માનવ શરીર સામે અનેક મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. ત્યારે આ મુશ્કેલીને દૂર કરવા અને માનવજીવનને બચાવવા તબીબો દ્વારા ડાયાલીસીસની પ્રક્રિયા હાથ ઘરવામાં આવે છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કિડની તેમજ બિમારી ધરાવતા દર્દીઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેનો મેડીકલ સ્ટાફ દર્દીઓની મહામુલી જીંદગી બચાવવા માટે અથાક પ્રયાસો સાથે પોતાની કામગીરી કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સાથે અન્ય બિમારીથી પીડિત દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી સુગમ વ્યવસ્થા સાથે સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઈ.કે.ડી.આર.સી દ્વારા સંચાલિત ડાયાલીસીસ વિભાગમાં કામ કરતાં ડો. ક્રિષ્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘‘ ડાયાલીસીસ વિભાગ દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલના દરેક ફ્લોર પર કોવીડ પોઝીટીવ અને લીવર ફેલ્યોરના ૨ થી ૩ દર્દીઓનું રોજ ડાયાલીસીસ કરવામાં આવે છે. જેમાં જુન મહિનામાં ૨, જુલાઈમાં ૧૦ ઓગસ્ટમાં ૨૮, સ્પ્ટેમ્બરમાં ૪૬ એમ કુલ ૮૬ દર્દીઓનું ૧૦૪ વાર ડાયાલીસીસ કરવામાં આવ્યું છે. જ્યારે નોન કોવીડના ૧૩૫૫ દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવ્યું છે.

કોવીડ -૧૯ હોસ્પિટલમાં ડાયાલીસીસ ટેક્નિશિયન તરીકે ફરજ નિભાવતા કૌશલ બિસેનએ કહ્યું હતું કે, ‘‘કોવીડ પોઝીટીવ હોય અને સાથે કીડની ફેઈલ હોય તેવા દર્દીઓને કોરોના વોર્ડમાં જઈને આટર્ીફિશિયલ રીતે જેમ કીડની શરીરમાં કામ કરતી હોય તેવી જ રીતે આધુનિક મશીન અને સુવિધા સાથે દર્દીને લોહી શુધ્ધિકરણ કરી આપવામાં આવે છે. તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.‘‘ આ માટે અલાયદી વ્યવસ્થાન ઉભી કરાઇ છે. જેથી નોનકોરોના દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાઇ.

આમ દર્દીઓના સુખદ સ્વાસ્થ્ય અને દિર્ધાયુ જીવન માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેના આરોગ્ય કર્મીઓ અનેક મોરચે લડાઈ લડી રહ્યા છે. તેમની આ કર્તવ્ય નિષ્ઠા આપણા સૌ માટે પ્રેરણાદાયી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલની સિધ્ધિ

બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બે ક્રિટિકલ સજર્રીથી બાળકના ફેફસામાં ફસાયેલુ ટોપરું બહાર કાઢ્યું

દોઢ વર્ષના બાળક દિવ્યરાજને ફેફસામાં રસી, સોજો અને મસા થઈ જતા

એક ફેફસું સંકોચાઈ ગયેલું, મુખ્ય શ્વાસનળી બ્લોક થઈ ગયેલી

માત્ર દોઢ વર્ષનું  બાળક દિવ્યરાજ સિવિલમાં લાવવામાં આવ્યું ત્યારે અતિ ગંભીર પરિસ્થિતમાં હતું. શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી તેમજ ફેફસામાંથી અવાજ આવતો હતો.  ચીલ્ડન વિભાગના ડોક્ટર દ્વારા તેમનો એક્સરે કાઢવામાં આવ્યો ત્યારે માલુમ પડ્યું કે ફેફસામાં કંઈક છે. ત્યારબાદ તેનો સીટી સ્કેન કરતા બાળકની પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. જેમાં ડાબી બાજુનું ફેફસું સંકોચાઈ જમણા ફેફસા પર દબાણ કરતુ હતું. ફેફસામાં રસી, મસા અને સોજો ચડી ગયેલો.  મુખ્ય શ્વાસનળી બ્લોક થઈ ગયેલી. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઈ તેનું ઓપરેશન કરવું જરુરી હતું. ઓપરેશન સમયે તેનું ઓક્સિજનનું લેવલ ઓછું રહેતું હોઈ એનેસ્થેસિયા આપવામાં આવે તો બ્રેઈન ડેડ કે હૃદય બંધ પડી જવાની અતિ જોખમી પરિસ્થિતિ વચ્ચે સજર્રી કરવી પડે તેમ હતી. એનેસ્થેટિક દ્વારા ઓક્સિજનની માત્ર જળવાઈ રહે તે પ્રકારે સતત કાળજી રાખી અમારે બે ભાગમાં ઓપરેશન કરવું પડ્યું તેમ રાજકોટ સિવિલના ઇ.એન.ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી જણાવે છે.

ત્રણ એમ.એમ. ના દૂરબીન અને મશિન દ્વારા શ્વાસનળી અંદર નાખી સતત સજર્રી કરવી પડે, પહેલા ભાગમાં સક્સન કરી રસી બહાર કાઢ્યા, ઓક્સિજન લેવલ ખુબ ઘટી જતા જમણા ફેફ્સમાંથી ફસાઈ ગયેલ વસ્તુ બહાર કાઢવા બ્રેક લેવો પડ્યો.  ફેફ્સુ સંકોચાઈ ગયેલું તેની તેમજ મસાની ટ્રીટમેન્ટ કરી. ચાર દિવસના વિરામ બાદ બીજી સજર્રી કરી ખુબ ઓછા સમયમાં કોઈપણ પ્રકારે ફેફસા અને શ્વાસનળીમાં ડેમેજ નો થઈ તે રીતે દૂરબીન અને ફોરસેપની મદદથી જમણા ફેફસામાં ફસાયેલા ટુકડાને બહાર કાઢયો. ખુબજ ધીરજ માંગી લે તેવી આ પ્રક્રિયા નિયત સમયમાં પુરી કરી જીવના જોખમે બાળકને ૧૭ દિવસથી ભોગવી રહેલ પીડામાંથી મુક્ત કર્યો ત્યારે ડો. સેજલ સહીત સમગ્ર મેડિકલ ટીમ અને તેમના પરિવારને રાહત અને ખુશીનો અપ્રિતમ આનંદ થયો હતો.

દિવ્યરાજના પિતા નિમિષ ચુડાસમાએ જણાવ્યું કે મારા દીકરાને  નારિયળનું ટોપરું ગળી ગયાના ૧૭ દિવસ બાદ દવાખાને લાવ્યા બાદ પરિસ્થિતિની ગંભીરતા સમજાણી. તેની હાલત બહુજ ખરાબ થઈ ગયેલી.  ડોક્ટરની ટીમ દ્વારા અમને સાચી હકીકત સમજાવી અને ભરોસો આપ્યો કે તમારા બાળકને ફરી હસતું અને રમતું કરવાની અમે પૂરતી કોશિશ કરશુ. રાજકોટ સિવિલના ડોક્ટરોએ જાન લગાવી મારા બાળકને ફરી સાજો કરી દેતા અમારો હર્યાભરો પરિવાર અકબંધ રહ્યો છે.  મારા બાળકનું કિલકિલાટ પાછું અપાવવા બદલ હું તમામ સ્ટાફનો આભાર માનુ છું.

આ તકે એક ડોક્ટર અને એક માં તરીકે નાના બાળકોની માતાને ખાસ સંદેશો આપતા ડો. સેજલ કહે છે કે જ્યાં સુધી બાળક જાતે ખોરાક ચાવી નો શકે ત્યાં સુધી તેમનાથી અનાજ કઠોળ કે અન્ય પદાર્થ દૂર રાખવા અને તે આવી કોઈ વસ્તુ અજાણ્યે પણ મોમાં નો મુકે તેની ખાસ કાળજી લેવી. ક્યારેક નાખી સરખી ભૂલ પણ બહુ ગંભીર પરિણામ લાવી શકે તેમ સિવિલના ડો. મિસ્ત્રી જણાવે છે..

બાળક દિવ્યરાજ હાલ તેના મમ્મીની ગોદમાં  આનંદ – મસ્તી કરતો જોવા મળી રહો છે ત્યારે કહેવાનું મન થાય કે ફૂલ જેવા માસૂમ બાળકને ઈશ્વરના પણ આશીર્વાદ મળ્યા હશે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here