સી પ્લેન યોજના હેઠળ અમદાવાદથી SOUઅને પાલિતાણા કરી શકાશે મુસાફરી

0
7
Share
Share

ગાંધીનગર,તા.૨૪

ગુજરાતમાં હવે સામાન્ય માણસ પણ સી પ્લેનમાં બેસીને મુસાફરી કરી શકશે. આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સી પ્લેનથી મુસાફરી કરી શકશો. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી સમયે સૌપ્રથમવાર પીએમ મોદીએ સી પ્લેનની ચર્ચા શરૂ કરી હતી. હવે આટલા સમય બાદ અમદાવાદમાં સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.

કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાએ આ અંગે જણાવતા કહ્યું છે કે, સી પ્લેનનો ટુરિઝમ માટે દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે હેતુથી પીએમ મોદીના નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત ૧૬ રૂટ પર સી પ્લેન યોજના શરૂ કરાશે. ગુજરાતમાં ૨ રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે.

તેમણે આગળ જણાવતા કહ્યું કે, ઓક્ટોબર સુધી ગુજરાતમાં યાત્રાળુઓ માટે સાબરમતીથી સિપ્લેન યોજના શરૂ કરવામાં આવશે. સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ૨૦૦ કિમિની યોજના તો સાબરમતીથી પાલીતાણા ૨૫૦ કિમિની યોજના રહેશે. હાઇડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પુરૂં થયુ છે આવનારા ૧૦થી ૧૫ દિવસમાં જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે. એવિએશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઉભું કરવામાં આવશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here