સી પ્લેન નર્મદા કિનારે જ્યાં ઉતરવાનુ છે, ત્યાં પણ જેટ્ટી બનાવવાનુ કામ યુદ્ધ ધોરણે થઈ રહ્યુ છે

0
16
Share
Share

અમદાવાદ,તા.૧૫

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરે ગુજરાત અમદાવાદ આવી રહ્યા છે અને સાબરમતી નદીમાં સી પ્લેન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે. ત્યારે હાલ આ પ્રોજેક્ટને લઈ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેટ્ટી તેમજ ગેગ વે અને એરોડ્રોમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હવે માત્ર ગણતરીના ૧૫ દિવસ બાકી છે, ત્યારે હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સી પ્લેનએ ગુજરાત માટે પણ નવું નજરાણુ બની રહેવાનું છે. સી પ્લેન માટે જ્યા અમદાવાદમાં તૈયારીઓ ચાલી રહી છે,

ત્યાં જ્યાં આ પ્લેન ઉતરવાનું છે ત્યાં પણ તડામારી તૈયારીઓ ચાલી રહી છે. કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ માં સી પ્લેન ઉતરવાનું છે. ત્યારે અહી પણ જેટ્ટી બનાવવાનું કામ પૂરવેગમાં ચાલી રહ્યું છે. આ જ સ્થલે સી પ્લેન લેન્ડ થવાનું છે. પ્રધાનમંત્રી મુલાકાતે આવવાના છે, તેથી હાલ યુનિટી પાસેના વિસ્તારને કોરોના ફ્રી ઝોન બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ૩૧ મી ડિસેમ્બરે અહી રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પણ કરવામાં આવનાર છે. આવામાં પીએમ મોદીના આગમન પહેલા કોરોના ટેસ્ટીંગ ઝડપી બનાવાયું છે.

કેવડિયાના ૧૦ કિમી વિસ્તારમાં સ્ટેચ્યુના કર્મચારી, સુરક્ષા જવાનો તેમજ આસપાસના ૬ ગામોના લોકો મળી કુલ ૧૮ હજારથી વધુ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે. આ માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકાર પાસેથી એન્ટીજન ટેસ્ટ કરવા ૫૦૦૦ કીટ માટેની માંગણી કરવામાં આવી છે. ટેસ્ટીંગ માટે તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ફાળવવામાં આવ છે, જ્યાં તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવશે. કુલ ૧૬ ટીમ દ્વારા ટેસ્ટીંગનુ કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here