સીવીલ હોસ્પિટલના સ્ટાફ નર્સ અલ્કાબેને કોરોના વેકસીન લીધી

0
27
Share
Share

જાગૃત નાગરતીક તરીકે ઉદાહણ પૂરું પાડ્યું

રાજકોટ, તા.૧

રાજકોટ શહેર ભાજપ મીડીયા સેલના રાજન ઠકકરના ધર્મપત્ની અને પીડીયુ સીવીલ હોસ્પિટલ (ઝનાના હોસ્પિૉ) ખાતે સીનીયર સ્ટાફ નર્સ ખાતે ફરજ બજાવતા અલ્કાબેન પીત્રોડા(ઠકકર)એ કોરોના વેકસીન લઈ એક જાગૃત નાગરીક તરીકેનું દાયિત્વ નિભાવેલ હતું.

આ તકે વધુમાં તેઓએ જણાવેલ કે ભારતમાં કોવિડ-૧થી અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકો સંક્રમિત  થઈ ચૂક્યા છે અને દોઢ લાખથી વધુ લોકોના મૃત્યુ  થયા છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજય સરકારએ કોરોના ને નાથવા અસરકારક પગલા ભર્યા છે.

યુ.એનના મહામંત્રી એન્ટોનિયો  ગુતારેસેએ પણ ભારતીય કોરીના વેક્સીનની પ્રશંસા કરતા ભારતની કોરોના રસી ને વિશ્વની સૌથી શ્રેષ્ઠ સંપતિ ગણાવી છે. ત્યારે નક્કી થયેલ પ્રોટોકોલ પ્રમાણે કોરોના વેક્સિન  સૌપ્રથમ ડોક્ટર, નર્સ , પેરામેડીક્લ સ્ટાફ તથા આરોગ્ય સેવા સાથે સંકળાયેલ લોકોને આપવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે અલ્કાબેને સીવીલ હોસ્પિટલ ખાતે કોરીના વેક્સીન લઈ એક જાગૃત નાગરીક તરીકેનું ઉદાહરણ પુરુ પાડેલ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here