સીરો સર્વેમાં ૫૬ ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ મળી

0
25
Share
Share

દિલ્હીમાં ૫૬ ટકામાં કોરોના સામે એન્ટિબોડીઝ મળી આવી, એટલે કે આ તે લોકો છે જેમને કોરોના થયો અને ખબર જ ના પાડી અને સ્વસ્થ થઈ ગયા

નવી દિલ્હી, તા.૨

દિલ્હીમાં ૫૬ ટકા લોકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ મળી આવી છે. મતલબ કે આ તે લોકો છે જેમને કોરોના થયો તેમને ખબજ જ ના પડી અને તેઓ સાજા થઈ ગયા. હવે તેમના શરીરમાં કુદરતી રીતે આ વાયરસ સામે એન્ટિબોડીઝ છે. દિલ્હીની અડધાથી વધુ વસ્તીમાં કોરોના સામે એન્ટિબોડીઝ બની ચૂકી છે. એટલે કે, એક કરોડથી વધુ લોકોમાં આ વાયરસ સામે ઈમ્યુનિટી મળી આવી છે.

મૌલાના આઝાદ મેડિકલ કોલેજ દ્વારા કરાયેલા દિલ્હીના પાંચમા સીરો સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. અગાઉ ચોથા સીરો સર્વે કરતા ૩૦ ટકા વધુ લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. આ સીરો સર્વેલન્સના આધારે એમ કહી શકાય કે દિલ્હી હર્ડ ઈમ્યુનિટી નજીક આવી ગઈ છે અને આ જ કારણ છે કે દિલ્હીમાં કોવિડના કેસો ઘટી રહ્યા છે.

એમએમએસી દ્વારા કરાયેલા આ પાંચમા સીરો સર્વેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૮ હજાર નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. તમામ ૨૮૦ વોર્ડમાંથી ૧૦૦-૧૦૦ નમૂના લેવામાં આવ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સિસમાં તેની તપાસ કરવામાં આવી હતી. સીરો સર્વેલન્સમાં ૫૬.૧૩ ટકા નમૂનાઓ એન્ટીબોડી પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ અત્યાર સુધીની સૌથી મોટી રિપોર્ટ છે. આમાં માત્ર સેમ્પલનું જ કદ મોટું નથી, પરંતુ રિપોર્ટ ખૂબ પોઝિટિવ છે, કારણ કે દિલ્હીમાં છેલ્લા બે સીરો સર્વેના જે રિપોર્ટ આવ્યા તે સંતોષકારક નહોતા. આ વખતે અપેક્ષા કરતા વધુ સારા અહેવાલ છે. નિષ્ણાંતો કહે છે કે આ એક મોટી સંખ્યા છે, જે દર્શાવે છે કે દિલ્હીની મોટી વસ્તી કોરોનાના સંપર્કમાં આવી અને સ્વસ્થ થઈ ગઈ. તેઓને ખબર જ નહોતી કે તેમનામાં કોરોના સામે સુરક્ષા કવચ પહેલાથી જ છે. કોવિડ એક્સપર્ટ ડો.અંશુમન કુમારે કહ્યું કે હવે નિશ્ચિતરૂપે દિલ્હી હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધી રહ્યું છે. આ ૫૬ ટકા એન્ટિબોડીઝના આંકડા નવેમ્બર-ડિસેમ્બરની આસપાસના છે. તેના પછી આટલો સમય વીતી ગયા છે, કે તેમાં નિશ્ચિત રૂપથી વધારો થયો હશે. ભારતમાં ખૂબ જ ઝડપથી રસીકરણ પણ થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તેના દ્વારા એન્ટિબોડીઝ પણ બનશ અને આપણે બધા જલ્દીથી હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચી શકીશું અને આ રોગચાળાને સમાપ્ત કરીશું.

પ્રથમ સીરો સર્વેઃ પ્રથમ સીરો સર્વેક્ષણમાં ૨૩.૪૮% લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી. તે સમયે આ નમૂના ૨૭ જૂનથી ૫ જુલાઇની વચ્ચે લેવામાં આવ્યો હતા. આ સર્વેમાં કુલ ૨૧,૩૮૭ નમૂના લેવામાં આવ્યા છે.

બીજો સીરો સર્વેઃ આ સર્વેક્ષણમાં ૧થી ૭ ઓગસ્ટ દરમિયાન કુલ ૧૫,૨૩૯ નમૂના લેવામાં આવ્યા છે. તેમાંથી ૨૯.૧% સેમ્પલમાં એન્ટિબોડીઝ મળી આવી.

ત્રીજો સીરો સર્વેઃ ત્રીજો સીરો સર્વે ચોંકાવનારો હતો. આમાં ફક્ત ૨૫.૧% લોકોમાં એન્ટિબોડીઝ મળી હતી. જેનો અર્થ બીજા સર્વે કરતા ૪% ઓછો છે. ત્રીજા સર્વેમાં ૧થી ૭ સપ્ટેમ્બર સુધીના નમૂના લેવામાં આવ્યા હતા. ચોથો સીરો સર્વેઃ આ ૧૫થી ૨૧ ઓક્ટોબર દરમિયાન દિલ્હીના તમામ વોર્ડમાં કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૧૫,૧૬૨ નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી ૧૫૦૧૫ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ૨૫.૫૩% નમૂનાઓમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here