સીરમ કંપનીએ ડિસેમ્બર સુધીમાં ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવાનો ટાર્ગેટ રાખ્યો

0
18
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૪

દેશભરમાં કોરોનાના કેસ વધીને ૮૮ લાખના આંકડાને પાર કરી ગયા છે. જ્યારે ૮૧ લાખથી વધારે કોરોના કેસ ઠીક થઈ ગયા છે. દેશમાં કોરોનાની સારવાર માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓક્સફોર્ડ રસી પર કામ કરી રહી છે. વિશ્વની સૌથી મોટી રસી નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ સમગ્ર ભારતમાં ડિસેમ્બર સુધીમાં ૧૦ કરોડ ડોઝ તૈયાર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ આદર પૂનાવાલાનું કહેવું છે કે, અંતિમ તબક્કાના ટ્રાયલના આંકડાથી ખબર પડે છે કે એસ્ટ્રાજેનેકા રસીથી લોકોને વાયરસથી પ્રભાવી સુરક્ષા મળે છે, તો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઓછામાં ઓછા એક બિલન ડોઝના પ્રોડક્શન માટે ભાગીદારી છે. જેને ડિસેમ્બર સુધી નવી દિલ્હીથી ઇમરજન્સી મંજૂરી મેળવી શેક છે.

આદર પૂનાવાલાએ કહ્યું કે, ‘અમે થોડા ચિંતિનત હતા કે આ એક મોટું જોખમ હતું. પરંતુ એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સના ડોઝ બન્ને ઘણાં સારા લાગી રહ્યા છે.‘ તેની સાથે જ પૂનાવાલાએ કહ્યું કે, ૨૦૨૪ સુધી સમગ્ર વિશ્વમાં તમામને કોરોના રસી આપી દેવામાં આવશે. જ્યારે આવનારા બે વર્ષમાં કોરોના કેસની સંખ્યામાં વાસ્તવિક રીતે ઘટાડો જોવા મળી શકે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here