સીબીએસઇ પરીક્ષાઃ સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ૨૫ જૂન સુધી ટળી

0
16
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૩

કોરોનાવાઈરસ મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવેલી સીબીએસઇની ૧૦મા-૧૨મા ધોરણના બાકી વિષયોની પરીક્ષા લેવામાં આવશે કે નહીં તે અંગે સુપ્રિમ કોર્ટમાં આગામી સુનાવણી ૨૫ જૂન સુધી ટાળવામાં આવી છે. હકીકતમાં, કેન્દ્ર સરકાર અને બોર્ડે કોર્ટને કહ્યું હતું કે, આ અંગે અધિકારીઓની બેઠક ચાલી રહી છે અને બુધવારે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના વાલીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે, જેમાં કોરોના મહામારીના કારણે બાકીના વિષયોની પરીક્ષા ન લેવાની માંગ કરી છે.

વિદ્યાર્થીઓના વાલીઓએ તેમની અરજીમાં કહ્યું છે, બાકીના વિષયોમાં અસેસમેન્ટ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરના આધારે નંબર આપવામાં આવે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઓરિસ્સાએ પણ માનવ સંસાધન વિકાસ મંત્રાલય પાસેથી પણ આવી જ માંગ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડ અને એચઆરડી મંત્રાલય વચ્ચેની બેઠકમાં એ બાબતે સંમતિ થઈ છે કે ૧૦માનું પરિણામ તો અસેસમેન્ટના આધારે તૈયાર કરી શકાય છે, પરંતુ ૧૨માનું નહીં. કેમ કે, તેના પરિણામના આધાર પર આઇઆઇટી, મેડિકલ અને બીજા ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળે છે. અસેસમેન્ટમાં ઘણા હોંશિયાર વિદ્યાર્થીઓ નબળા સાબિત થઈ શકે છે, કારણ કે, તેઓ ક્લાસ ટેસ્ટની જગ્યાએ એન્ટ્રેસ એક્ઝામની તૈયારીને પસંદ કરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here