સીબીઆઈ સમક્ષ શ્રુતિ મોદીની કબૂલાતઃ સુશાંતની આસપાસ ડ્રગ્સનો માહોલ હતો

0
16
Share
Share

મુંબઈ,તા.૦૩

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યો છે. દિવંગત એક્ટરની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીએ આ લિંકને લઈને સીબીઆઈ સમક્ષ કેટલાક ખુલાસા કર્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે. એજન્સી છેલ્લા કેટલાક દિવસમાં દિવંગત એક્ટર સાથે જોડાયેલા ઘણા લોકોની પૂછપરછ કરી ચૂકી છે. આ કેસમાં ડ્રગ એન્ગલ પણ સામે આવ્યો છે. રિપોટ્‌ર્સ પ્રમાણે, સુશાંતની સાથે કામ કરનારા કેટલાક લોકો ડ્રગ્સ લેવામાં અને સપ્લાય કરવામાં સામેલ હતા.

રિપોર્ટ પ્રમાણે, સુશાંતની મેનેજર રહી ચૂકેલી શ્રુતિ મોદીએ સીબીઆઈ સમક્ષ તે વાત સ્વીકારી છે કે, સુશાંતની આસપાસ ડ્રગ્સનું કલ્ચર હતું. તેણે સીબીઆઈને જણાવ્યું કે, તે માત્ર સુશાંતનું કામ કરતી હતી અને નાર્કોટિક્સ સબસ્ટન્સ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. તેણે ઉમેર્યું હતું કે, ડ્રગ્સમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શોવિક અને એક્ટરનો સ્ટાફ સામેલ હતો. તેને બળજબરીપૂર્વક આ બધાનો ભાગ બનવાનું કહેવામાં આવતું હતું. અગાઉ શ્રુતિ મોદીના વકીલ અશોર સરોવગીએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

તેમણે આ કેસની સંભવિત ડ્રગ લિંકમાં કથિત ’ડ્રગ સપ્લાય’ માટે ઈમ્તિયાઝ ખત્રીને દોષી ઠેરવ્યો હતો. બીજી તરફ નવા ’ડ્રગ એન્ગલ’ની જીણવટપૂર્વક તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બે શંકાસ્પદોને તેમના હેડક્વાર્ટર્સ પર પૂછપરછ માટે લઈ આવ્યા હતા. સીબીઆઈ અને એનસીબીની સાથે ઈડી પણ આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી સામે મની લોન્ડ્રીંગના કેસની તપાસ કરી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here