સીતાપતિ પટેલ દરેક પ્રશ્નના જવાબ ચપટીમાં આપી દે છે

0
7
Share
Share

યુપીના મિર્ઝાપુર જિલ્લાનાં ગુગલ દાદીની પ્રતિભા જોઈ સૌ સલામ કરે છે, વડાપ્રધાન મોદીએ પણ પ્રશંસા કરી છે

નવી દિલ્હી, તા.૨૦

આજના યુગમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ સવાલના ઝડપી જવાબની જરૂર હોય ત્યારે તે પહેલા ગુગલ પર સર્ચ કરે છે, પરંતુ આ સમયે એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે જ્ઞાનની બાબતમાં પણ ગુગલને ટક્કર આપે છે. ૬૫ વર્ષની મહિલા નોંધનીય છે કે, હરિયાણાના કરનાલનો એક નાનો બાળક કૌટિલ્ય અલ્ફાબેટ્‌સ અને કાઉન્ટિંગ વાંચવાની ઉંમરમાં ના જાણે કેટલા વિષયોને લગતા પ્રશ્નોના જવાબ ચપટીમાં આપે છે. થોડા સમય પહેલા તે ઘણો ચર્ચામાં હતો. તેણે પોતાની પ્રતિભાથી દુનિયાને દંગ કરી દીધી હતી પરંતુ હવે અમે તમને એક દાદી વિશે જણાવીએ છીએ જેને ગુગલ દાદી તરીકે ઓળખવામાં આવે છે. ગુગલ દાદી પણ દરેક સવાલનો જવાબ ચપટીમાં આપે છે. તેની પ્રતિભા જોઈને મહાન વિદ્વાનો પણ તેમને સલામ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનલા ગુગલ દાદી નું સાચું નામ સીતાપતિ પટેલ છે અને તે લગભગ ૬૫ વર્ષના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુગલ દાદી એટલે કે સીતાપતિ પટેલ યુપીના મિર્ઝાપુર જિલ્લાના રહેવાસી છે. તેમનું દિમાગ યુવાનો કરતા વધુ ફાસ્ટ છે. ચોંકાવનારી વાત એ છે કે ૬૫ વર્ષની વયે લોકોની યાદશક્તિ નબળી થવા લાગે છે પરંતુ તેમના પર ઉંમરની કોઈ અસર નહોતી થઈ.

ઉલ્લેખનીય છે કે ગુગલ દાદી એટલે કે સીતાપતિ પટેલનું મગજ તેમનો એટલો સાથે આપે છે કે ગામના યુવાનો પણ તેમની સાથે સ્પર્ધા કરી શકતા નથી. તેમના ફાસ્ટ મગજની બરાબરી મોટા કોચિંગમાં ભણેલા ૨૦-૨૫ વર્ષના યુવા વિદ્યાર્થીઓ પણ કરી શકતા નથી. એવું કહેવામાં આવે છે કે તેમને અધિકારીથી ધારાસભ્ય અને પોલીસ સ્ટેશનથી લઇ સેંકડો પ્રકારના જરૂરી હેલ્પ લાઇન નંબર યાદ છે. સીતાપતિની પ્રતિભાએ તેમને આખા દેશમાં પ્રખ્યાત કર્યા છે.

સીતાપતિ પટેલ હવે સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં લોકપ્રિય થયા છે. તેમણે અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ પણ ગુગલ દાદીની પ્રશંસા કરી છે. સ્વચ્છ ભારત મિશનથી લોકોને જાગૃત કરવા ગુગલ દાદીએ એક ગીત પણ લખ્યું છે. આ માટે પીએમ મોદીએ તેમની પ્રશંસા પણ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here