સીકકા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા ચાલક-કલીનર ઝડપાયા

0
30
Share
Share

જામનગર, તા.૨૩

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલી નયારા ઓઈલ કંપનીમાંથી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાદરખી ગામના રફીકખાન ઈબ્રાહીમખાન બે લીમ નામના આસામીએ પોતાના પેટ્રોલ પંપ માટે વીસ હજાર લીટરનો પેટ્રોલ ડિઝલનોે જથ્થો મંગાવ્યો હતો. તેના માટે વેકટેશ પેટ્રોલીયમ કંપનીનું  જીજે-૧૮ એયુ-૯૦૭૭ નંબરનું ટેન્કર મોકલવામાં આવ્યું હતું.

આ ટેન્કરમાં નટવરલાલ કરશનલાલ ચૌહાણ અને ભુપત લાલજીભાઈ ગોવીંદીયા નામના શખ્સો ડિઝલ ભરીને નયારા કંપનીમાંથી નીકળ્યા પછી જામનગર તાલુકાના આમરા ગામ તરફ વળી ગયા હતાં આ શખ્સોએ ભાવેશ પ્રભાતભાઈ ડાંગર તેમજ આમરા નજીકના જીવાપર ગામના મુન્નાભાઈ નામના બે શખ્સોને ટેન્કરમાંથી ડિઝલ કાઢી આપવાનું શરૂ કર્યું હતું.

આ બાબતની પોલીસને જાણ થતા સિકકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફ આમરાથી જીવાપર વચ્ચેના રોડ પર દોડી ગયા હતા. જયાથી નટવરલાલ ,ભુપત અને ભાવેશ મળી આવ્યા હતાં.

પોલીસે ત્રણેય શખ્સોની પુછપરછ કરતા તેઓ મુન્નાભાઈના કહેવાથી ડિઝલ કાઢતા હોવાનું જણાવ્યું હતું. આ શખ્સોએ ટેન્કરમાંથી અંદાજે રૂ.૭૫૦૦ની કિંમતનું ૧૦૦ લીટર ડિઝલ કાઢી પણ લીધું હતું. પોલીસે રફીકખાન બેલીમને જાણ કરતાં તેઓએ નટવર ભુપત, ભાવેશ અને મુન્નાભાઈ સામે આઈપીસી ૪૦૭, ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here