સીઆરપીએફની મહિલા બટાલિયન

0
18
Share
Share

કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ અથવા તો સીઆરપીએફ છેલ્લા ૮૧ વર્ષથી દેશમાં જુદી જુદી શાંતિ ભૂમિકા અદા કરવામાં વ્યસ્ત છે. શાંતિના અગ્રદુત તરીકે સીઆરપીએફને ગણી શકાય છે. દરેક મોરચામાં સીઆરપીએફની ચાવીરૂપ ભૂમિકા રહી છે. આ ૨૪૬ બટાલિયનની સાથે દુનિયાના સૌથી મોટા અર્લશ્કરી દળ તરીકે છે. ખુબ ઓછા લોકોને આ અંગે માહિતી છે કે જ્યારે છઠ્ઠી ફેબ્રુઆરી ૧૯૮૬ના દિવસે દિલ્હીના ઝરોદા કલામાં પ્રથમ મહિલા બટાલિયન બનાવવામાં આવી ત્યારે તે ભારતની જ નહીં બલ્કે દુનિયાની પ્રથમ મહિલા બટાલિયન હતી. આ બટાલિયન યુદ્ધગ્રસ્ત શ્રીલંકામાં તૈનાત ઇન્ડિયન પીસ કિપિંગ ફોર્સના હિસ્સા તરીકે પણ રહી ચુકી છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન (૨૦૦૭) હેઠળ એક સર્વ મહિલા ગઠિત ટુંકડીને લાઇબેરિયા મોકલવામાં આવી હતી. આ પહેલા વર્ષ ૧૯૮૯માં પ્રથમ વખત બળમાં ઓફિસર રેન્કની સાત મહિલાઓની નિમણૂંક કરવામાં આવી હતી. તમામ લોકો પાસે આની માહિતી નથી કે સીઆરપીએફમાં છ મહિલા બટાલિયનો રહેલી છે. મહિલાઓની ૧૫ આરએએફ બટાલિયન પણ રહેલી છે. યુદ્ધમાં પણ તેની કુશળ ભૂમિકા રહી ચુકી છે. વર્ષ ૧૯૯૦માં પૂર્વોતર ક્ષેત્રમાં બળવાને હાથ ધરવા માટે મહિલા સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી હતી. મ્મુ કાશ્મીર અને ડાબેરી અતિવાદ પ્રભાવિત ક્ષેત્રમાં પણ તેની તૈનાતી કરવામાં આવી હતી. તમામ ભૂમિકા અસરકારક રીતે અદા કરવામાં આવી છે. એક શાનદાર દાખલો આ ટુકડીએ બેસાડ્યો છે. કોન્સ્ટેબલ કમલેશ કુમારીએ વર્ષ ૨૦૦૧માં સંસદ પર હુમલા વેળા પોતાનુ સર્વોચ્ચ બલિદાન આપ્યુ હતુ. તેમને  મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે શાંતિ કાળ દરમિયાન રાષ્ટ્રના સર્વોચ્ચ વીરાતા ચન્દ્રક તરીકે છે. કોન્સ્ટેબલ રેકા કુશવાહના બલિદાનને પણ ભુલી શકાય તેમ નથી. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સીઆરપીએફની મહિલા બાઇકર્સ ટીમે તમામને પ્રભાવિત કર્યા હતા. મોટરસાઇકલ એરોબિક્સની ટીમે તમામને પ્રજાસત્તાક દિવસે રોમાંચિત કરી દીધી હતી. સુજાતાના નેતૃત્વમાં ટીમે ચાલતી બાઇક પર દિલધડક સ્ટન્ટ કરી તમામને ચોંકાવી દીધા હતા. સુજાતા કહે છે કે તે બાઇકર્સ ટીમનો હિસ્સો બનતા રહેલા બાઇક ચલાવવા માટેની પણ કોઇ ટ્રેનિંગ લીધી ન હતી. તે કહે છે કે તે અહીં આવ્યા બાદ જ બાઇક ચલાવી રહી છે. તેમનુ કહેવુ છે કે સીઆરપીએફની શિસ્ત સાથે યોગ્ય ટ્રેનિંગના કારણે જ તેના મનથી ડર દુર થાય છે. તે હવે સીઆરપીએફની ટ્રેનિંગના કારણે જ કુશળતા હાંસલ કરી શકી છે. સંગીતા, દિપાલી અવારે, મીના ચૌધરી  અને લતા કટેકની ટીમથી તમામ પ્રભાવિત છે. ડેરડેવિલ્સ ટીમના પરાક્રમને જોઇને પ્રજાસત્તાક દિવસના પ્રસંગે દિલ્હીમાં ઐતિહાસિક પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત લોકો ભારે પ્રભાવિત થયા હતા. તમામ લોકો આ બાબતને લઇને પણ માહિતી ધરાવતા નથી કે વર્ષ ૨૦૧૪માં પોતાના ઉલ્લેખનીય પ્રદર્શનના કારણે લિમ્કા બુકમાં તે ટીમ સ્થાન મેળવી ગઇ હતી. રમતના ક્ષેત્રમાં પણ અનેક સિદ્ધીઓ હાંસલ કરવામાં આવી છે. ખેલમાં મુખ્ય નામ કુન્જુરાની દેવીનુ છે. જે વેઇટલિફટિંગમાં કેટલાક ચન્દ્રક જીતી ચુકી છે. તે વર્ષ ૧૯૯૦માં અર્જુન પુરસ્કાર જીતી જવામાં સફળ રહી હતી. વર્ષ ૧૯૯૬માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર પણ તે મેળવી ગઇ હતી. વર્ષ ૨૦૦૪માં પદ્મશ્રી જીતી ગઇ હતી. સીઆરપીએફના નામ પર ૧૬ અર્જુન એવોર્ડ રહેલા છે. તેમાં સંધ્યા રાની , શિલ્પી સિંહ, ગીતારાની અને અનિતા ચાનુ મુખ્ય નામ રહેલા છે. તેમની સિદ્ધીઓની તમામ લોકો નોંધ લઇ રહ્યા છે. સીઆરપીએફની ટીમ આજે દેશભરમાં તેમના સાહસસ, પરાક્રમ અને જુદા જુદા મોરચા પર તેમની સેવા અને કામગીરીના કારણે ભારે પ્રતિષ્ઠા ધરાવે છે. સીઆરપીએફ દ્વારા જુદી જુદી જવાબદારી અદા કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક મોરચા પર સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી, વ્યવસ્થા પણ સામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here