સિહોરઃ બોરડી ગામે તળાવમાં ન્હાવા પડેલા બે સગાભાઈના ડૂબી જતાં મોત

0
18
Share
Share

ભાવનગર, તા.૧૧

ભાવનગરનાં બોરડી ગામે તળાવમાં ડુબી જતાં બે સગા ભાઇનાં મોત નિપજયા છે. આ બનાવની વિગતો મુજબ ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં બોરડી ગામે રહેતા ભાવસંગભાઇ પરમારનાં પત્ની તેના બે બાળકો અજય ભાવસંગ પરમાર (ઉ.વ.૧૩)અને આયુષ્કર ભાવસંગ પરમાર (ઉ.વ.૧૬) સાથે ગામનાં તળાવમાં કપડા ધોવા ગઇ હતી. ત્યારે આ બંને ભાઇઓ તળાવમાં ન્હાવા પડયા હતા અને પાણી ભરેલા તળાવમાં ડુબી જતાં બંનેના કરૂણ મોત નિપજયા હતા.

આ બનાવની રાજપુત પરિવારમાં ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

કુવામાં પડી જતાં મોત

ભાવનગરનાં તણસા ગામે રહેતા વાસુદેવાસિંહ ગોહિલ (ઉ.વ.૧૮) નામના યુવાનનું કુવામાં પડી જતાં મોત નિપજયું હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here