સિવિલ અને જીફઁમાં આવતો દર ત્રીજો દર્દી વેન્ટિલેટર પર જતા તંત્રમાં ચિંતા

0
14
Share
Share

અમદાવાદ,તા.૧૫

સપ્ટેમ્બરની શરૂઆતથી જ શહેરમાં કોરોના વાઈરસ ફરી માથું ઊંચકી રહ્યો છે અને દર્દીઓ ગંભીર હાલતમાં મુકાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે.વી. મોદીએ આપેલી માહિતી મુજબ, હાલ સિવિલમાં દાખલ કોરોનાના ૩૪૧ દર્દીમાંથી ૧૧૧ એટલે કે ૩૨ ટકાથી વધુ દર્દી વેન્ટિલેટર પર છે. એસવીપીમાં પણ કંઈક આવી જ હાલત છે. અહીં દાખલ ૨૫૨ દર્દીમાંથી ૭૯ દર્દી વેન્ટિલેટર પર છે. ડો.જે.વી. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં કોરોનાના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં વધી રહી છે.

હાલમાં સિવિલમાં આવતા મોટા ભાગના દર્દી ગંભીર અવસ્થામાં આવે છે. જો આ જ સ્થિતિ રહેશે તો ૧૦થી ૧૫ દિવસમાં ફરી એકવાર સિવિલ ભરાઈ જાય તેવી શક્યતા છે. આ સ્થિતિમાં લોકોએ સાવચેતીનાં પગલાં લેવા જોઈએ અને નવરાત્રિ સહિત અન્ય પર્વ ઊજવવાથી દૂર રહી એકબીજાથી સંપર્ક ટાળવો જોઈએ. સોમવારે શહેરમાં કોરોનાના નવા ૧૪૯ કેસ નોંધાયા હતા અને ૩ દર્દી મૃત્યુ પામ્યા હતા. કાલુપુર સ્ટેશને ૧૫૮૦ ટેસ્ટમાંથી ૧૭ પેસેન્જર પોઝિટિવ મળ્યા હતા.

અમદાવાદ શહેર અને જિલ્લામાં ૨૬ દિવસ પછી ૧૭૫ નવા કેસ સામે ૧૯૩ દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અસારવા વોર્ડમાં સોમવારે મોટી સંખ્યામાં થયેલા ટેસ્ટમાં ૪૭ પોઝિટિવ કેસ આવ્યા છે. અસારવા વોર્ડમાં મ્યુનિ.એ કુલ ૪૭૬૮ ટેસ્ટ કર્યા હતા. અસારવામાં ૨૩૨૮ ટેસ્ટમાં ૨૧ પોઝિટિવ મેઘાણીનગરમાં ૧૫૧૪ ટેસ્ટમાંથી ૧૭ અને ગીરધરનગર વિસ્તારમાં ૯૨૬ ટેસ્ટમાં ૯ પોઝિટિવ કેસ મળ્યા હતા. નોંધનીય છે કે મધ્ય ઝોનમાં લાંબા સમય પછી આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here