સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડનું રોકાણ કરશે

0
20
Share
Share

લાખો લોકો અને નાના વેપારીઓને મળશે ફાયદોઃ અંબાણી

મુંબઇ,તા.૯

પ્રાઈવેટ ઈક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયા રોકાણ કર્યું છે અને ૧.૭૫ ટકા હિસ્સેદારી લીધી છે. રિલાયન્સે ૯ સપ્ટેમ્બરે સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં જણાવ્યું છે કે, આ રોકાણથી રિલાયન્સ રિટેલની પ્રી-મની ઈક્વિટી વેલ્યૂ ૪.૨૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરોમાં ૯ સપ્ટેમ્બરે તેજી આવી છે. આ અગાઉ કંપનીએ જાહેરાત કરી છે કે, પ્રાઈવેટ ઈક્વિટીની દિગ્ગજ કંપની સિલ્વર લેક પાર્ટનર્સ રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રિલાયન્સ પોતાના રિટેલ બિઝનેસને વિસ્તારવા જઈ રહી છે. કંપનીની ટક્કર એમેઝોન ઈન્ડિયા અને વોલમાર્ટની ફ્લિપકાર્ટ સાથે થશે. રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી સેલ એન્ડ મોર્ટાર (ફિજિકલ સ્ટોર) રિટેલ બિઝનેસ છે. દેશભરના ૭૦૦ શહેરોમાં તેના ૧૧,૮૦૬થી વધુ સ્ટોર છે.

રિલાયન્સ રિટેલની શરૂઆત ૨૦૦૬ માં થઈ હતી. રિલાયન્સ રિટેલે ઓગસ્ટના અંતમાં કિશોર બિયાનીના ફ્યુચર ગ્રૂપનો રિટેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસ મેળવ્યો હતો. આ સોદો ફ્યુચર ગ્રુપ કંપનીના દેવા સહિત  ૩.૩૮ અબજ ડોલરમાં થયો હતો.

આ વર્ષની શરૂઆતમાં જિયો પ્લેટફોર્મ્સમાં ૧.૩૫ બિલિયન અમેરિકી ડોલરના મૂડીરોકાણ બાદ સિલ્વર લેક દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપનીમાં બિલિયન ડોલરનું બીજું મૂડીરોકાણ છે.

ઉલ્લેખનીય છે કે, સિલ્વર લેકે રિલાયન્સના જિયો પ્લેટફોર્મ્સમાં પણ રોકાણ કર્યું છે. કંપની અત્યાર સુધી રિલાયન્સ જિયોમાં ૧૦,૨૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકી છે. આ નવા રોકાણ સાથે રિલાયન્સની માર્કેટ વેલ્યૂમાં જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલની હિસ્સેદારી ૯ લાખ કરોડ રૂપિયાથી વધુ જશે. આ સોદો એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે ભારતમાં રિલાયન્સ પોતાના રિટેલ બિઝનેસને આગળ ધપાવવા જઈ રહી છે અને તેની સીધી હરિફાઈ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ સાથે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here