સિરિયલ બિદાઈની એક્ટ્રેસ સારા ખાન કોરોના સંક્રમિત

0
24
Share
Share

થોડા દિવસથી બીમાર હતી

ટેલિવિઝન અને ફિલ્મના ઘણા સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થયા, લિસ્ટમાં હવે એક્ટ્રેસ સારા ખાનનું નામ પણ સામેલ

મુંબઈ,તા.૧૧

સામાન્ય માણસથી માંડીને સેલિબ્રિટી પણ કોરોના વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે એવામાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે. મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં કોરોનાની મહામારી વચ્ચે શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યા છે ત્યારે સેલેબ્સ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. હવે વધુ એક એક્ટ્રેસ કોરોના પોઝિટિવ થઈ છે. સીરિયલ ’બિદાઈ’થી જાણીતી થયેલી એક્ટ્રેસ સારા ખાન કોરોનાથી સંક્રમિત થઈ છે. સારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ વિશે જાણકારી આપી છે. સારાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકીને લખ્યું, “કમનસીબે આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડૉક્ટરો અને સત્તાધીશોની સલાહથી હું ઘરે ક્વોરન્ટીન થઈ છું. મારી તબિયત હાલ સારી છે અને જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહી છું. સારાએ ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપવા ઉપરાંત મીડિયા સાથે પણ વાત કરી હતી. સારાએ મીડિયાને જણાવ્યું કે, “થોડા દિવસથી મારી તબિયત સારી નહોતી એટલે મેં શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. મેં કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો. જેનો મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું ડૉક્ટરોની સલાહનું ચુસ્તપણે પાલન કરી રહી છું અને જલદી સાજી થઈ જઉં તેવી આશા રાખી રહી છું. હું અસિપ્ટોમેટિક (લક્ષણો દેખાતા નથી) છું. પરંતુ લક્ષણો દેખાતા હોય કે ના દેખાતા હોય આપણે સ્વચ્છતા રાખવી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી છે કે, તેઓ પણ પોતાનો ટેસ્ટ કરાવી લે. સારાએ આગળ કહ્યું, “હાલ તો હું ઘરગથ્થુ ઉપચાર કરી રહી છું કારણકે તે શ્રેષ્ઠ છે. સાથે જ હું નાસ (ગરમ પાણીની વરાળ) લઉં છું. કોરોના કોઈને પણ થઈ શકે છે એટલે એકંદરે તંદુરસ્તી સારી હોય તે જરૂરી છે. જેથી જ્યારે તમે સંક્રમિત થાવ ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવા માટે સક્ષમ હોય.” સારાએ ઈન્સ્ટાગ્રામ પર કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપ્યા બાદ ફેન્સ અને ફ્રેન્ડ્‌સ તેના જલદી સાજા થવાની કામના કરી રહ્યા છે. વર્કફ્રંટની વાત કરીએ તો સારા હાલ સીરિયલ ’સંતોષી મા સુનાયે વ્રત કહાનીયા’માં દેવ પૌલોમીના રોલમાં જોવા મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here