સિમટવા જઈ રહેલું ખેડૂત આંદોલન પુનઃ કોના કારણે વધુ જોશભેર ઉપડ્યું…..?

0
28
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

દેશનું વર્ષ ૨૦૨૧-૨૨ નું બજેટ આજે નાણા મંત્રીશ્રી રજૂ કર્યુ તેના પર ઉદ્યોગ પતિઓ, નાના-મોટા વેપાર- ધંધાદારીઓ અને શેરબજારની તેમજ મજૂર સંગઠનો પણ શ્રમજીવીઓને માટે કેવી રાહતો જાહેર કરશે તેના પર નજર રાખી રહ્યા હતા પરંતુ બજેટ જાહેર થતા દરેક નિઃસાસા નાખતા એકજ વાત કરતાં હતાં કે આ તો પશ્ચિમ બંગાળ,તામિલનાડુ,આસામ સહિતમાં આવી રહેલી ચૂંટણીઓને નજરમાં રાખી તૈયાર કરેલું બજેટ છે.આ બજેટથી બજારો ગાજતા થશે નહીં કે નાના મોટા વેપાર ધંધામાં તેજી પણ આવશે નહી….! બીજી તરફ દેશમાંથી કોરોના ખતમ થવાની ઝડપ વધી ગઈ છે.  દેશભરમાં કોરોના વોરિયર્સ સહિતનાને રસી આપવાના અભિયાનની પણ ઝડપ પણ વધી ગઈ છે… પરંતુ  નવા કૃષિ કાનુન વિરુદ્ધમાં ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન પ્રજાસત્તાકદિને દિલ્હી લાલ કિલ્લા ખાતે ધમાસણ મચી ગયું અને ખેડૂતોને તે તરફ દોરી જનાર બાબતેની વાતોથી જાણે હવે ખેડૂત આંદોલન સમેટાઇ જશે તેવી ચર્ચા જામી ગઈ…. પરંતુ કૃષિ કાનુન વિરોધના આંદોલનમાં જેના ફોટા વડાપ્રધાનશ્રી સાથે  હતા તથા ફિલ્મ કલાકાર  શનિ દેઓલનો લોકસભા ચૂટણીમા ધડાકાભેર જોરદાર પ્રચાર કરનાર દિન સિધ્ધુના ફોટા અને વિડીયો વાયરલ થયા જેમાં લાલ કિલ્લા તરફ ખેડૂતો ગયા તેની દોરવણી કરી રહ્યા હોવાનું જોવા મળતા… ખેડૂત નેતાઓએ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરતા રેલીમાં ટ્રેક્ટર લઇ આવેલા ખેડૂતો પોતાના વતન તરફ પરત ફરવા લાગ્યા બીજી તરફ દિલ્હીમા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ખેડૂત નેતાઓ સામે ફરિયાદ નોંધવાની શરૂઆત થઈ ગઈ. જ્યારે ભારતીય કિસાન યનિયનના નેતા રાકેશ ટિકૈતે ખેડૂતો સાથે ગાજીપુર બોર્ડર પર જમાવડો કરી દીધો. ત્યારે ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પોતાના ટેકેદારો સાથે  આંદોલનકારી ખેડૂતો વચ્ચે પહોંચી જઈને ધાધલ- ધમાલ કરી લાઠીચાર્જ કરાવી દીધો. પછીથી પોલીસ દ્વારા ખેડૂતોના તંબુ કાઢી નાખ્યા, પાણી બંધ કરાવી દેવાયું, લાઈટ કનેક્શન કાપી નખાયા જેથી ખેડૂત  નેતાઓ પણ અકળાઈ ગયા પરંતુ આ ટીકૈતનો નવો વીડિયો રડતા અવાજે  વાયરલ થયો અને તે વીડિયોના દેશભરના ખેડૂતોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા. જેમાં હરિયાણા, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને પંજાબમાં વધુ અસર થઇ હોય  હજારો ખેડૂતો ગાજીપુર સરહદે દીલ્હી-મેરઠ રાજમાર્ગ પર ઉમટી પડ્યા અને હજારો ખેડૂતો ઉમટી પડ્યા…પોલીસ પણ પાછળ હટી ગઈ. જ્યારે દિલ્હી કેજરીવાલ સરકારે લાઈટ, પાણી સહિતની સુવિધા ચાલુ કરાવી દીધી…..!

કેન્દ્ર સરકાર માટે તકલીફ એ થઈ છે કે પેદા કરવામાં આવી છે કે કહેવાતા કૃષિ નિષ્ણાતોએ કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરીને ફસાવી દીધી છે… તેની સામે કિસાનો એટલા હોશિયાર સાબિત થયા કે લાલ કિલ્લા પર થયેલી ધમાલ પરથી જે ચર્ચાઓ જામી હતી અને સરકારે જે કાંઈ કહ્યું હતું તેના તરફથી લોકોનું ધ્યાન બીજે વાળી દીધું. તેમાં પણ ભાજપમાં મોટી તકલીફ એ છે કે ભાજપના જ પોતાને સર્વજ્ઞ સમજતા બેફામ વાણીવિલાસ સમજ્યા વગર કરીને ખેડૂતોને ભડવતા રહ્યા.જેમાં પણ એમાં દીપ સીધ્ધુ, નંદકિશોર ગુર્જરના આંદોલનકારી ખેડૂતો સાથેના વ્યવહાર અને તે સમયની ઘટનાઓ…. તેમાં પણ તાજેતરમાં કેજરીવાલનો પાત્રાએ ફેક વિડિયો બનાવેલ તેની પોલ બહાર પાડી આપ નેતાએ…  જે કારણે ભાજપને આને કેન્દ્ર સરકારને પછડાટ મળી….! અને છેલ્લે બાકી હતું તો તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલશ્રીએ ખેડૂત આંદોલનની તરફેણમાં નિવેદન કરતાં જણાવ્યું કે દુનિયામાં કોઈ પણ આંદોલનને દબાવીને કે કચડીને શાન્ત ન કરી શકાય. હું પોતે ખેડૂતોની સમસ્યા  સમજી શકું છું તેથી આ મુદ્દાનો (મતલબ નવા કૃષિ કાનુનનો) ઝડપી ઉકેલ લાવવો દેશના હિતમાં છે. તેમને ખેડૂતો આંદોલન શાંતિથી કરી રહ્યા છે તેવો પણ દાવો કર્યો હતો. અને ભાજપ સરકારે નિયુક્ત કરેલા મેઘાલયના રાજ્યપાલના નિવેદનના દેશભરમાં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે. તે સાથે ખેડૂતો પણ જોશમાં આવી ગયા છે. ત્યારે ખટ્ટર સરકારના ચૌટાલાના પક્ષના ટેકેદાર  ધારાસભ્યો પણ હવે ખેડૂતના સમર્થનમા આવી રહ્યા છે. ટૂંકમાં ભાજપના નેતાઓ ખૂદ ખેડૂત આંદોલનના હવનમાં ઘી હોમી રહ્યા છે…. તેમ આમ પ્રજામાં ચર્ચાઓ ફરી વળી છે. અને આવાજ સમયમાં આમ આદમી પાર્ટીએ  ખેડૂત આંદોલનકારીઓ ઉપર ભાજપનો કાર્યકર હુમલો કરતો દેખાય છે તેવો વિડિયો પત્રકારો સમક્ષ રજૂ કરતા ભાજપ નેતાગણ અને સરકાર માટે પરેશાની વધી પડી છે…..!

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here