સિનિયર આઇએએસ અધિકારી એે.કે. શર્માએ સ્વૈચ્છાએ આપ્યું રાજીનામું

0
21
Share
Share

ગાંધીનગર,તા.૧૨
ગુજરાત કેડરના સિનિયર આઇએએસ અધિકારી અરવિન્દકુમાર શર્માએ સ્વૈચ્છાએ રાજીનામું આપી દીધું છે. ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આ અધિકારી છેલ્લા ૬ વર્ષથી ભારત સરકારના ડેપ્યુટેશન ઉપર હતા અને છેલ્લે તેઓ કેન્દ્રીય માઇક્રો-સ્મોલ-મીડિયમ એન્ટરપ્રાઇઝીઝ એમએસએમઈ મંત્રાલયના સચિવ પદે હતા, જેમને દસ દિવસ પહેલાં જ ટેક્સ્ટાઇલ સચિવ પદનો વધારાનો કામચલાઉ ચાર્જ સોંપાયો ગતો.
સામાન્ય સંજોગોમાં સ્વૈચ્છિક રાજીનામું એક-બે મહિનાની નોટિસથી અપાતું હોય છે, પરંતુ મોદી સરકારના માનીતા અને અતિવિશ્વાસુ ગણાતા આ અધિકારીનું સ્વૈચ્છિક રાજીનામું તૂર્ત જ મંજૂર કરી દેવામાં આવ્યું છે જેને લઈને એમને કોઈ મોટું એસાઇન્મેન્ટ મળવાની ચર્ચા ઉચ્ચ અધિકારીઓમાં થઈ રહી છે. દિલ્હી ડેપ્યુટેશન ઉપર ગયા તે અગાઉ આ અધિકારી વર્ષો સુધી મોદી મુખ્યમંત્રી પદે હતા, ત્યારે એમના કાર્યાલયમાં અગ્રસચિવ તરીકે રહ્યાં હતા. એ.કે.શર્માની સેવાનિવૃત્તિ આડે હજી દોઢ વર્ષનો સમય બાકી હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here