સાહિત્ય પ્રવૃતિનો વિકાસ થાય અને લેખન શક્તિ પ્રજ્વલિત થાય તેવો શુભ માત્ર હતું . જયેશ ત્રિવેદી
ઉપલેટા, તા.૨૯
સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે છેલ્લે ૨૦ વર્ષથી અનેકવિધ સેવાકીય રચનાત્મક વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. આજના સમયમાં તૈના ભોગ રુપે સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેર તથા તાલુકાના ૧૮ વર્ષથી ઉપરની વયની કોઈ પણ વ્યક્તિ માટે આજના સમયની સાંપ્રત બાબતો અનુસાર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
જે નિબંધ આ પાંચ કોઈ પણ એક વિષય પર સુવાચ્ય અક્ષરે એ/૪ સાઈઝનો કાગળમાં આશરે ૨.૫ થી ૩ પેઇજમાં (૧) માનવીય જીવનમાં જાગૃતતા (આવશ્યકતા ) (૨) આજના સોસીયલ મીડિયાના ફાયદા ? ગેરફાયદા ? (૩) શાંતિ તરફની શોધમાં આજનો માનવી (૪) લોબલ વોર્મિંગ ( ઝડપથી બદલાતું વાતાવરણ, (પ), વર્તમાન પરિસ્થિતિ માં સબંધી અને વ્યહારોનું કૃતજ્ઞતા પૂર્ણ મનન અને ચિંતન આ પાંચેયમાંથી કોઈ એક વિષય પર નિબંધ લખીને શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ,ગોપાલ બુક સ્ટોર, પાંજરાપોળ રોડ – ઉપલેટા- ૩૬૦૪૯૯ ખાતે લખીને /૧/૨૦૨૧ સુધીમાં સવારે ૯ થી ૧ર તથા સાંજે ૪ થી ૭ માં રુબરુ અથવા પોસ્ટથી પહોચાડવાનો રહેશે.
સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર અવશ્ય લખવા. સ્પર્ધા માટે વિશેષ માહિતી માટે શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદીનો ૯૩૨૮૦ ૩૦૩૩૫ અથવા ૯૪૨૮૨ ૭૯૪૦૯ પર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.