સિડની ટેસ્ટ વિવાદઃ સ્ટિવ સ્મિથના બચાવમાં ઉતર્યો કેપ્ટન ટિમ પેન

0
19
Share
Share

બ્રિસબેન,તા.૧૩

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ સિડનીથી બ્રિસ્બેન પહોંચી ચુકી છે. બંને ટીમો સાથે વિવાદ પણ સિડનીથી બ્રિસ્બેન આવી પહોંચ્યો છે. ત્રીજી ટેસ્ટ મેચમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્ટીવ સ્મિથે  ઋષભ પંતના ગાર્ડ માર્કને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. વીડિયોમાં તે આમ કરતો જોવા મળ્યો હતો. જો કે સ્મિથ આવા આક્ષેપોથી ખુબજ હેરાન થયો છે.

ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ બેટ્‌સમેનનો ગાર્ડ માર્કને પગથી ઘસવાનો પ્રયાસ કરતો હતો. આ દિવસે ઋષભ પંતે ૯૭ રનની શાનદાર ઇનીંગ રમ્યો હતો. જેના કારણે ભારતને મેચ જીતી લેવાની આશા બંધાઇ હતી. અંતે આ મેચ ડ્રો થયો હતો.

સ્ટીવ સ્મિથે આ વિશે અભિપ્રાય આપતા કહ્યું,’ હું આ પ્રકારના પ્રતિસાદથી ખૂબ જ આશ્ચર્ય અને નિરાશ થયો છું. હું ઘણી વાર મેચોમાં આ કરું છું જેથી સમજી શકાય કે ક્યાં બોલિંગ કરી રહ્યા છીએ અને બેટ્‌સમેન તેમનો સામનો કેવી રીતે કરી શકે છે. મને ત્યાં માર્ક કરવાની આદત છે.

સ્ટીવ સ્મિથનો વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર પ્રશંસકો અને ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ બરાબરના ભડક્યા હતા. સ્ટીવ સ્મિથની આવી હરકતથી બેટ્‌સમેનને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર મામલામાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને સ્ટીવ સ્મિથનો બચાવ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યુ કે મેં આ વિશે સ્ટીવ સાથે વાત કરી જે રીતે આખા મામલાને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યો. તેનાથી હું ખુબજ નિરાશ થયો છુ. જો તમે સ્ટીવને ટેસ્ટ ક્રિકેટ રમતા જોશો, તો જોઇ શકશો કે તે દિવસમાં પાંચ કે છ વાર આવુ કરે છે.

કેપ્ટન ટિમ પેને કહ્યું, તે હંમેશા બેટિંગ ક્રિઝ પર ઉભો રહે છે. અમને ખબર છે કે સ્ટીવ આવુ કરે છે અને આ તેની આદત છે. સ્મિથે જો ગાર્ડના માર્કને ભુંસ્યુ હોતતો ટીમ ઇન્ડિયા જરૂર આ વાતનો મુદ્દો ઉઠાવત.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here