સિડની ટેસ્ટઃ સ્મિથનો પિચ પર ડર્ટી ગેમ કરતો વીડિયો વાયરલ

0
18
Share
Share

સિડની,તા.૧૧

સિડની ટેસ્ટમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. ભારતીય ખેલાડી મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ સાથે રંગભેદની ટિપ્પણીનો વિવાદ હજુ અટક્યો નથી ત્યાં સિડની ટેસ્ટમાં એક બીજો વિવાદ શરૂ થયો છે. સિડની ટેસ્ટ મેચમાં હવે ઓસ્ટ્રેલિયાના ખેલાડીની ગંદી હરકતથી ટીમ ઇન્ડિયાનાને પરેશાન કરવાનો સતત પ્રયત્ન થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પિચ પર ડર્ટી ગેમ રમતો કેમેરામાં કેદ થયો છે.

પંતે આક્રમક બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે તેને ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કર્યો. પાંચમા દિવસે ડ્રીંકના સમયે, સ્ટીવ સ્મિથ ગુપ્ત રીતે છાનોમાનો પિચ પર આવ્યો હતો અને બેટ્‌સમેનના માર્કની જગ્યાને જૂતાથી ખોતરવા લાગ્યો. જો કે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે અમ્પાયરને ફરીથી માર્ક સેટ કરવા કહ્યું.

સ્મિથની આ ઘટિયા હરકત કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. વીડિયો માં ખેલાડીનો ચહેરોતો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો નથી, પરંતુ જલદી જ કાંગારૂ બેટ્‌સમેને બેટ્‌સમેનની જગ્યા લેતા માર્કની જગ્યાએ ખોદતા પછી ફરી વળવાનો પ્રયાસ કર્યો, તેની જર્સી ૪૯ નંબર દર્શાવે છે. જે સ્મિથ પહેરે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here