સિંધુ બોર્ડર પર ખેડૂતોએ નવા કૃષિ કાયદાની કોપીઓ સળગાવી લોહરીનો તહેવાર મનાવ્યો

0
17
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

મોદી સરકારના નવા કૃષિ કાયદાનો સતત વિરોધ થઈ રહ્યો છે. જેના કારણે પંજાબ-હરિયાણાના ખેડૂત છેલ્લા દોઢ મહિનાથી દિલ્લી પાસેની અન્ય રાજ્યોની સીમાઓ પર ડેરો નાખીને બેઠા છે. પ્રદર્શન સ્થળ પર જ ખેડૂતોએ પોતાના રહેવા, ખાવા અને મનોરંજનની વ્યવસ્થા કરી લીધી છે. બુધવારે ખેડૂતોએ સિંધુ બૉર્ડર પર લોહરીનો તહેવાર મનાવ્યો. આ દરમિયાન તેમણે આગ પ્રગટાવીને તેમાં તલ, ગોળની જગ્યાએ નવા કાયદાની કૉપીઓ નાખીને તેને બાળી.

વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂત સંગઠનો સાથે ઘણા રાઉન્ડની વાતચીત કરી ચૂકી છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યા સુધી કૃષિ કાયદો પાછો લેવામાં નહિ આવે ત્યાં સુધી તેમનુ પ્રદર્શન ચાલુ રહેશે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. કોર્ટે પણ આ મામલે એક સમિતિની રચના કરીને નવા કાયદાઓ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે પરંતુ ખેડૂતો હજુ પણ માનતા નથી. તેમનુ કહેવુ છે કે નવા કાયદોના પાછો લીધા બાદ જે તે પ્રદર્શન સ્થળેથી હટશે.

આ દરમિયાન આખા દેશમાં બુધવારે લોહરીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. કૃષિ પ્રધાન રાજ્ય હોવાના કારણે પંજાબ-હરિયાણામાં આ તહેવારનુ વિશેષ મહત્વ છે. જ્યારે ખેડૂત લોહરી પર ઘરે ન જઈ શક્યા તો તેમણે પ્રદર્શન સ્થળ પર જ આગ પ્રગટાવી. આમ તો લોહરી પર આગમાં તલ, ગોળ, ચીકી, રેવડજી અને મગફળી ધરાવવાનો રિવાજ છે પરંતુ ખેડૂતોએ આમાં ત્રણે કૃષિ કાયદાની કૉપીઓને બાળી. વળી, ઠેર-ઠેર ખેડૂતો પૉપકૉર્ન અને તલના લાડુ પણ વહેંચી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here