સિંગર નેહા કક્કરે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી

0
18
Share
Share

પંજાબી સિંગર સાથે દિલ્હીમાં ૭ ફેરા લેશે તેવી ચર્ચા
પહેલા તો બંનેએ આ વાતને અફવા ગણાવી હતી પરંતુ આખરે તેમણે પોતાના સંબંધોનો સ્વિકાર કરી લીધો
મુંબઈ,તા.૧૨
બોલિવુડ પ્લેબેક સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહે હાલમાં જ સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ કબૂલ્યો છે. નેહા અને રોહનપ્રીતે રિલેશનશીપ અંગે સ્વીકાર્યું એ પહેલાથી જ બંનેના લગ્ન આ મહિનાના અંતે થવાના છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પહેલા તો બંનેએ આ વાતને અફવા ગણાવી હતી પરંતુ આખરે તેમણે પોતાના સંબંધો સ્વીકારી લીધા છે. હવે લાગી રહ્યું છે કે, નેહા અને રોહનપ્રીત લગ્નની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં જ નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જે જોઈને લાગે છે કે તેણે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. પિંક અને ગોલ્ડન રંગના ડ્રેસમાં નેહાએ કેટલીક તસવીરો શેર કરી છે. જેની સાથે કેપ્શનમાં લખ્યું છે, આજ ચલ વ્યાહ કરવાઈયે લોકડાઉન વિચ કટ્ટ હોને ખર્ચે. ગીતમાંથી આ મારી ફેવરિટ લાઈન છે. તમારી કઈ છે? નેહાની આ પોસ્ટ પર તરત જ બોયફ્રેન્ડ રોહનપ્રીતે કોમેન્ટ કરતાં લખ્યું, “ચલો ચલો લગ્ન કરાવીએ. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ રોહનપ્રીત અને નેહાએ પોતાની રિલેશનશીપ ઓફિશિયલ કરી હતી. નેહા અને રોહનપ્રીતે એક સરખી તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. તસવીર શેર કરતાં નેહા કક્કરે લખ્યું, તું મારો છે. સાથે જ રોહનપ્રીતને ટેગ કર્યો હતો. તો બીજી તરફ રોહનપ્રીતે નેહાને ટેગ કરતાં લખ્યું, “મળો મારી જિંદગીને! નેહા અને રોહનપ્રીતે રિલેશનશીપ ઓફિશિયલ કરતાં જ ઈન્ડિયન આઈડલના જજ વિશાલ દદલાની, એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા, અર્જુન બિજલાની, ભારતી સિંહ સહિતના સેલેબ્સે શુભેચ્છાઓ આપી હતી. થોડા દિવસ પહેલા જ નેહા અને રોહનપ્રીતની રોકા સેરેમનીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં નેહા રોહનપ્રીતના મમ્મી-પપ્પા સાથે જોવા મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here