સિંગર એસ પી બાલાસુબ્રમણ્યમના દીકરા કહ્યું પિતાની હાલતમાં આવ્યો છે સુધાર

0
22
Share
Share

ચેન્નઈ,તા.૧૭

સિંગર એસ પી બાલા સુબ્રમણ્યમ છેલ્લા ૧૧ દિવસથી કોરોનાને કારણે હોસ્પિટલમાં એડમિટ છે. હાલમાં જ તેમના દીકરાએ પિતાની તબિયત અંગે વીડિયો રિલીઝ કર્યો હતો. ચરણ એસપીએ ફેસબુક પર વીડિયો શૅર કરીને કહ્યું હતું કે પિતાની રિકવરી અંગે ડૉક્ટર્સ આશાસ્પદ છે. જોકે, આમાં કેટલાંક મહિનાઓ થઈ શકે છે. ચરણે કહ્યું હતું કે તેમને ૈંઝ્રેંમાં રાખવામાં આવ્યા છે. સારી વાત એ છે કે હવે પિતા ડૉક્ટર્સને ઓળખવા લાગ્યા છે

અને થમ્સ-અપ સાઈન પણ બતાવી રહ્યા છે. તેમને શ્વાસ લેવામાં થોડી રાહત થઈ છે પરંતુ હજી પણ તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. વીડિયોના અંતે ચરણે પોતાની માતા સાવિત્રી અંગે વાત કરી હતી. એસપી બાલાસુબ્રમણ્યમની પત્નીને પણ કોરોના થયો હતો. ચરણે કહ્યું હતું કે તેની માતાની તબિયત પહેલા કરતાં સારી છે. તેમને ૧૮ કે ૧૯ ઓગસ્ટે રજા આપવામાં આવશે. આ સારી બાબત છે. તેને વિશ્વાસ છે કે પિતા પણ ટૂંક સમયમાં સાજા થઈ જશે. તમારા પ્રેમ માટે આભાર.

પાંચ ઓગસ્ટના રોજ એસપીને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ૧૩ ઓગસ્ટના રોજ તેમને મેડિકલ ટીમની સલાહના આધારે ૈંઝ્રેંમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. એસપીએ વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું કે તેમને કોરોના થયો છે અને હળવા લક્ષણો છે. શરૂઆતમાં ડૉક્ટર્સે તેમને હોમ ક્વૉરન્ટીનમાં રહેવાની સલાહ આપી હતી. જોકે, તેઓ પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં એડમિટ થયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here