સાસરીવાળા વારંવાર દહેજની માગણી કરતા ફરિયાદ કરી

0
23
Share
Share

જે કપનીમાં તેનો પતિ નોકરી કરતો હતો ત્યાં ક્લેઇમ કરી તે પરત આપી દેવાનું જણાવી ૬૮ હજાર ચાઉં કરી ગયો

અમદાવાદ,તા.૮

શહેરના એક પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ રૂપિયાનો ભૂખ્યો અને લાલચુ  છે. આ પરિણીતા ગર્ભવતી થયા બાદ  છેતેની ડિલિવરી થઈ હતી. જેના ૬૮ હજાર તેના ભાઈએ ચૂકવ્યા હતા. બાદમાં જે કપનીમાં તેનો પતિ નોકરી કરતો હતો ત્યાં ક્લેઇમ કરી તે પરત આપી દેવાનું જણાવી ૬૮ હજાર ચાઉં કરી ગયો હતો. સમગ્ર બાબતોથી કંટાળી અને સાસરિયાઓનું વારંવાર દહેજ માંગવુ અને મારને કારણે મહિલાએ કંટાળીને આખરે પોલીસ ફરિયાદ કરતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ, નવા વાડજમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીના ન્યુ રાણીપ ખાતે  એક યુવક સાથે વર્ષ ૨૦૧૭માં લગ્ન થયા હતા. આ પરિણીતા વસ્ત્રાપુર ખાતે એક સહકારી બેંકમાં નોકરી કરતી હતી. લગ્ન બાદ જ સાસુ ,સસરા સહિત પતિએ પણ ત્રાસ આપી દહેજ માગવાનું શરૂ કરી દીધું હતું. આટલું જ નહીં લગ્નના બે ત્રણ માસમાં જ આ યુવતીને પિયરમાંથી વધુ ૫૦ હજાર દહેજ લાવી આપવું પડ્યું હતું. શરૂઆતથી જ પરિણીતા પાસે નોકરી કરાવી તેના પગારમાંથી ખર્ચ કરાવવાની દાનત સાસરિયાઓની હતી. જેથી બોપલ ખાતે એક ફ્લેટ પણ લીધો હતો. જેનું ડાઉન પેમેન્ટ પાંચ લાખ આ પરિણીતાએ તેના પિયરમાંથી મંગાવી આપ્યા હતા. આટલું જ નહીં બાદમાં લોનના હપ્તા પણ પરિણીતાને ભરવા સાસરિયાઓ દબાણ કરતા હતા. બાદમાં આ પરિણીતા ગર્ભવતી થઈ તેમ છતાં લોનના હપ્તા ભરવા તેની નોકરી ચાલુ રખાવી અને કંઈપણ બોલે તો તેને માર મારતા હતા. આટલું જ નહીં, પણ આ મહિલાએ પુત્રીને જન્મ આપતા તેની સિઝરીયન ડિલિવરીનો ખર્ચ તેના ભાઈએ આપ્યો હતો. બાદમાં મહિલાનો પતિ જણાવતો હતો કે, તમામ ડોક્યુમેન્ટ આપીને તે નોકરી કરે છે તે કંપનીમાંથી ક્લેઇમ કરી ૬૮ હજાર તેના સાળાને ચૂકવી દેશે. જોકે, કંપનીમાંથી આ ૬૮ હજાર મેળવ્યા તો હતા પણ ચૂકવ્યા ન હતા. જેથી કંટાળીને આખરે આ મહિલાએ ફરિયાદ આપતા વાડજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here