સાસરીયાએ પરણિતાને ડાકણ જણાવી તેની સાથે કરી મારઝૂડ, જાહેર બજારમાં કરી નિર્વસ્ત્ર

0
14
Share
Share

ચૂરુ,તા.૧૯

રાજસ્થાનનાં ચૂરુ ગામની એક મહિલાએ તેનાં સાસરીયા પર આરોપ લગાવ્યો છે. આઠ વર્ષથી પરણીત આ મહિલાએ તેનાં સાસરાવાળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાસરાવાળા તેને ડાકણ ગણાવી તેની સાથે મારઝૂડ કરતા હતાં એટલું જ નહીં તેણે ગામનાં જાહેર બજારમાં કપડા ઉતાર્યા હતાં. પીડિત મહિલાએ હવે ન્યાય માટે મહિલા સુરક્ષા એવં સલાહ કેન્દ્રમાં અવાજ ઉઠાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, તેનાં ઉપર ડાકણનો થપ્પો લગાવી તેનાં ચરિત્ર પર કાદવ ઉછાળવામાં આવ્યું છે. સાસરાવાળાએ ગામનાં બદજારમાં તેનાં કપડાં પણ ઉતાર્યા હતાં. ચૂરુ જિલ્લાની ૨૫ વર્ષની મહિલાનો આરોપ છે કે, સાસરા પક્ષનાં લોકો તેને ડાકણ અને બદચલન ગણાવતાં અને તેનો હુક્કા-પાણી બંધ કરાવી દીધુ હતું.

પીડિતાનાં જણાવ્યાં અનુસાર, જો કોઇ તેની મદદ માટે આગળ આવે તો પરિવાર અને ગામવાળા તેને ધમકાવતા હતાં. મદદ કરનારા લોકોને બદનામ કરી મદદ બંધ કરાવી દેતા હતાં. પીડિત મહિલા હવે ચૂરુનાં મહિલા સુરક્ષા અને સલાહ કેન્દ્ર પહોંચી છે. રતનગઢ પોલીસ સ્ટેશનનો મામલો- મહિલા સુરક્ષા એવં સલાહ કેન્દ્રની કાઉન્સેલરે જણાવ્યું કે, મામલો જિલ્લાનાં રતનગઢ થાના વિસ્તારનાં એક ગામનો છે. પીડિત મહિલાનાં લગ્નને આઠ વર્ષ થઇ ગયા ચે. પાંચ મહિના પહેલાં મહિલા તેની બાળકીની સાતે પીયર ગઇ હતી.

જ્યારે તે પરત આવી તો સાસરે પરત આવી તો તેઓએ તેને ડાકણ ગણાવી તેની સાથે મારઝૂડ કરી અને તેને ઘરમાંથી કાઢી મૂકી. પરણિતાએ આરોપ લગાવ્યો કે, સાસરા પક્ષનાં લોકોની ઉંચે સુધી પહોંચ છે જેથી તેમનાં વિરુદ્ધ કાર્યવાહી થતી નથી. પોલીસે ઘરમાં દાખલ કરાવી- પીડિતાનું કહેવું છે કે, એક વખત પોલીસે તેની હાજરીમાં મને ઘરમાં દાખલ કરાવી હતી પણ ઘરનાં જે ભાગમાં હું રહેતી હતી તેમાં કોઇજ પ્રકારની સુવિધા ન હતી. આરોપી સાસરા પક્ષનાં લોકો જ્યારે મન હોય ત્યારે ગામનાં લોકોને ભડકાવી તેમનાં ઘર પર પત્થર વરસાવવાનું શરૂ કરી દેતા. મહિલા સુરક્ષા એવં સલાહ કેન્દ્ર સંપૂર્ણ મામલાની પડતાલ કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here