સાવરકુંડલા : શેલણા ગામ નજીકથી વિદેશી દારૂની પ૪પ૮ બોટલ ભરેલા ટ્રક સાથે શખ્સ ઝડપાયો

0
19
Share
Share

અમરેલી તા. ૧૬

સાવરકુંડલાનાં શેલણા ગામની ચોકડીએથી વિદેશી દારૂ ભરેલ ટ્રક પસાર થવાનો છે તેવી બાતમીનાં આધારે એલસીબીએ વોચ રાખતાં ત્યાંથી ટ્રક પસાર થતાં તેને અટકાવી તલાસી લેવામાં આવતાં તેમાંથી વિદેશી દારૂની પ૪પ૮ બોટલ કિંમત રૂપિયા૧૪,૭૬,ર૬૪ તથા મોબાઈલ નંગ કિંમત રૂપિયા પ૦૦ તથા ટ્રક કિંમત રૂપિયા ૧પ લાખ મળી કુલ રૂપિયા ર૯,૭૬,૭૮૪નો મુદામાલ જપ્ત કરીને રાજસ્થાનનાં જયકીશન વૈષ્ણવની અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક પુછપરછ દરમિયાન વિદેશીદારૂનો જથ્થો અશોક બોરીચા રે. લુવારા, હરદીપ વાળા રે. માણાવાવ અને પથુ પરગીર રે. ધોબાએ મંગાવ્યો હોવાનું બહાર આવતાં ઉપરોકત ત્રણેય શખ્સોને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ગુજરાત પ્રોહિબીશન અધિનિયમ અનુસાર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદામાલ વંડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને પકડવાના બાકી આરોપીઓને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરી ભાવનગર રેન્જ ડીઆઈજીપી અશોકકુમાર યાદવની સુચના અને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન મુજબ અમરેલી એલસીબી ઈન્ચાજર્ પોલીસ ઈન્સ્પેકટર આર.કે. કરમટા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમના પ્રફુલભાઈ જાની, મહેશભાઈ ભુતૈયા, મયુરભાઈ ગોહિલ, જયરાજભાઈ વાળા, રાહુલભાઈ ચાવડા, ભીખુભાઈ ચોવટીયા, જયસુખભાઈ આસલીયા, સુખદેવભાઈ ગોંડલીયા, દેવાંગભાઈ મહેતા, દયાબેન જસાણી, ગિરીરાજસિંહ જાડેજા, ભાવિનગીરી ગોસ્વામી, રાહુલભાઈ ઢાપા, ધવલભાઈ મકવાણા, ઉદયભાઈ મેરીયા, મહેશભાઈ મુંધવા,જે.પી. કોચરા, હરેશભાઈ કુવારદા, કેતનભાઈ ગરાણીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here