સાવરકુંડલા શહેરમાં ખ્યાતનામ તબીબ ડો. જે. આર ડોબરીયા અને ડો. વર્ષાબેન જે. ડોબરીયાનાં પુત્ર ચિ. દક્ષની નોંધપાત્ર સિધ્ધિ.

0
13
Share
Share

સાવરકુંડલા. તા.17

છે આરોગ્ય અને ઔષધ નિયમન આજે ખૂબ આવશ્યક આ દેશમાં, યુવાધન આ દેશનું આ ક્ષેત્રે પદાર્પણ કરે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી એજ્યુકેશન એન્ડ રીસર્ચ દ્વારા રાષ્ટ્રીય લેવલે લેવાતી વર્ષ ૨૦૨૦ – ૨૧ ની બેચમાં સમગ્ર ભારતમાંથી લેવામાં આવેલી પ્રવેશ પરીક્ષામાં સાવરકુંડલા શહેરનાં ખ્યાતનામ તબીબ ડો. જે. આર ડોબરીયા સાહેબ અને ડો. વર્ષાબેન જે. ડોબરીયાનાં પુત્ર ચિ. દક્ષ ડોબરીયાએ સમગ્ર ભારત દેશમાં ૮૩ મા ક્રમે ઉત્તિર્ણ કરી અને દેશની પ્રથમ ક્રમાંકની નાઈપર ઇન્સ્ટિટ્યૂટ, ચંદીગઢ (મોહાલી) માં પ્રવેશ મેળવીને સમગ્ર ડોબરીયા પરીવાર તથા સાવરકુંડલા શહેરનું નામ રોશન કર્યું છે.

આમ તો દક્ષ બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી કારકિદર્ી ધરાવતાં અને ખાસ કરીને દક્ષનાં મમ્મી બાળપણથી દક્ષનાં વિકાસ માટે સતત જાગૃત હોવાથી બાળપણથી જ પ્રાથમિક શિક્ષણમાં પણ ખૂબ જ જીણવટ અને ચીવટથી દક્ષની સારસંભાળ રાખતાં અને જરુર પડે ત્યારે દક્ષની પ્રગતિ અને શિક્ષણકાર્ય વિશે શાળાનાં શિક્ષકો સાથે વિશદ ચર્ચા પણ કરતાં અને અભ્યાસને લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ શિક્ષકશ્રીઓ સાથે મળીને કરતાં જોવા મળતાં આમ દક્ષની શૈક્ષણિક પ્રગતિમાં શિક્ષકગણ અને દક્ષનાં મમ્મીનો ખૂબ વિશેષ ફાળો છે. વળી તેનું પ્રાથમિક શિક્ષણ પણ  શહેરની ખ્યાતનામ સ્વામીનારાયણ ગુરુકૂળમાં જ પૂર્ણ  થયું અને ધોરણ બાર પણ  અહીંની એ જ સ્વામિનારાયણ ગુરુકૂળ સંચાલિત ઉડાન સંસ્થામાંથી ઉત્તિર્ણ કરેલ. ત્યાર બાદ ગુજરાતની શ્રેષ્ઠ નીરમા યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસીની ડીગ્રી મેળવી અને હાલ ફાર્મ (એમ. બી. એ) ચંદીગઢની નાઇપર ઇન્સ્ટિટ્યૂટ, ચંદીગઢ (મોહાલી) ખાતે ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો છે. શહેરનાં શૈક્ષણિક જગતનાં અનેક વ્યક્તિઓ દ્વારા તેમને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવતાં જોવા મળે છે.

આમ ફાર્મસી ક્ષેત્રે હવે તેઓ આગળ અભ્યાસ કરી દેશની આરોગ્ય સેવામાં કોઈ નોંધપાત્ર યોગદાન કરી સાવરકુંડલા શહેરનું નામ રોશન કરે તેવી અપેક્ષા સાથે શહેરનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ શુભકામના પાઠવી રહ્યા છે. અને આ કોરોના કાળમાં લોકોને આરોગ્ય અને ઔષધનું મહત્વ સુપેરે સમજાયું છે અને આપણાં દેશમાં ઔષધીય સંશોધન માટે વિપુલ સંભાવનાઓ પણ રહેલી છે. જરુર છે આ ક્ષેત્રમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર અને જરુરી વાતાવરણ નિર્માણ કરવાનું.હવે  કોરોના રસીનાં સંશોધન માટે પણ ભારત દેશમાં ખાસ્સી  પ્રગતિ થઈ રહી હોય તેવું પણ જણાય છે

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here