સાવરકુંડલા શહેરનાં લોકતંત્રના પ્રહરી એવાં પત્રકાર, કોલમ રાઈટર અને મોટીવેશનલ સ્પીકર બિપીનભાઈ પાંધી નો આજે જન્મદિવસ.

0
26
Share
Share

સાવરકુંડલા. તા.૧૫

સમયની રેત પર સમયને સાંચવી ચાલજો, જૂઓ તો ખરાં મોટાં સપનાંઓની સાંજ આમ જ ઢળતી રહે છે આયુષ્યના ઉંબરે નિતાંત..

આમ તો સાવરકુંડલા શહેરની તાસીર જ કંઈક અલગ છે. આ  કાંટા અને ઈંગોરિયાનાં શહેરનો જીવનમાં એક એક અનોખો આયામ છે. આમ તો છેલ્લાં છેલ્લાં પાંત્રીસ વર્ષથી આ શહેરમાં શિક્ષણની ધુણી ધખાવીને સાવરકુંડલા શહેરનાં અનેક વિદ્યાર્થીઓને પણ પ્રશિક્ષિત કરવામાં જેનું નોંધનીય યોગદાન છે એવાં સાવરકુંડલા શહેરનાં પત્રકાર, શિક્ષક, કોલમ રાઈટર અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખૂબ જ પ્રામાણિક રીતે ફરજ બજાવતા બિપીનભાઈ પાંધી (પાંધી સર) નો આજે જન્મદિવસ છે.

આજ રોજ તેઓ ૬૧ વર્ષ પૂર્ણ કરી અને ૬૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આમ તો સ્વભાવે સ્પષ્ટ વક્તા અને આમ જનતાની સમસ્યાથી સુપરિચિત હોવાથી સમાજના વિવિધ સમુદાયના લોકોનાં પ્રશ્નોને પણ પત્રકારત્વનાં માધ્યમથી બુલંદ અવાજે વાચા આપતાં રહે છે. આમ તો આ લોક ડાઉન નાં કપરાં કાળમાં પણ તેઓએ સમાજનાં તમામ પાસાંને ખૂબ જ નજીકથી નિહાળી સમાચારપત્રોમાં રજૂ કરવા માટે અથાક પ્રયત્નો કર્યા છે. અને કોરોના વોરીયરની ભૂમિકા પણ ખૂબ સુંદર રીતે નિભાવી છે. અને આમ જનતાની સમસ્યાઓને વાચા આપવાનો ભગીરથ પ્રયાસ પણ કરતાં નજરે પડે છે. એક પ્રભાવી મોટીવેશનલ સ્પીકર અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા ના સક્રિય સભ્ય તરીકે ગ્રાહક જાગૃતિ અભિયાનમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન છે..

શહેરનાં વિવિધ અગ્રણીઓએ  તેમનાં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. તેમને જન્મદિવસની શુભેચ્છા ૯૪૨૯૦૭૭૨૮૩ ઉપર પણ પાઠવી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here