સાવરકુંડલા વન પ્રકૃતિ ચેરી. ટ્રસ્ટ દ્વારા પક્ષી બચાવોનું અનેરું અભિયાન.

0
20
Share
Share

પર્યાવરણ પ્રેમી સતીશ પાંડે દ્વારા પ્રતિ વર્ષ ઉત્તરાયણ પ્રસંગે પક્ષીઓનાં સંવર્ધન માટે એક અનોખી ડ્રાઈવ.

સાવરકુંડલા. તા.૧૦

આ કડકડતી ઠંડીમાં શિયાળું વસાણાં સમજીને સ્વાસ્થ્યનું જતન કરવું આપણું જીવન પણ સલામત રહે અને પશુ પક્ષીઓનાં જીવનની સલામતીની શુભકામના કરવી અને ગાયોને ઘાસચારો અને કૂતરાંને લાડુનું જમણ કરાવવાથી પૂણ્ય પ્રાપ્ત થશે.

આ મકરસંક્રાંતિનાં પર્વ દરમિયાન કોઈ પક્ષી ઘાયલ ન થાય અને ઘાયલ થાય તો વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટનાં હેલ્પ લાઈન પર ફોન કરવા આ ટ્રસ્ટના સતીષભાઈ પાંડેએ જાહેર જનતા જોગ અપીલ કરી છે. પતંગ ઉડાવતી વખતે જીવંત વાયરમાં પતંગ ફસાઈ તો ખેંચવી નહીં અને જીવંત ઈલેક્ટ્રીક વાયરથી દૂર રહેવું. દ્વિચક્રી વાહનો પર સવાર થઈએ ત્યારે હેલ્મેટ પહેરી ને જ સવારી કરવી, ખુલ્લી અગાસી પર પતંગ ન ઉડાડવી. આ સંદર્ભે ધાયલ પક્ષીઓની જાણ ૯૯૭૯૭૪૧૦૬૧ પર તાત્કાલિક સંપર્ક કરવા સતીષ પાંડે દ્વારા જણાવાયું છે.

સાવરકુંડલા ના બોધરયાણી આશ્રમ ખાતે શ્રી રામ જન્મ નિધિ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અયોધ્યા ખાતે નવ નિર્માણ પામી રહેલા રામ મંદિર માટે આગામી દિવસો માં ધર્મપ્રેમી લોકો પાસે થી ધનરાશિ એકઠી કરી રામ મંદિર અયોધ્યા ના એકાઉન્ટમાં જમા કરાવી રામ મંદિરના નિર્માણ માં સહભાગી થવા સંતો મહંતો અને મહા મંડલેશ્વરો દ્વારા દરેક સમાજ ના લોકો ને આહવાન કરવામાં આવ્યું હતું .

સંત સંમેલન ના અધ્યક્ષ મહામંડલેશ્વર આત્માનંદ સરસ્વતીજી બોટાદ, મહામંડલેશ્વર  મસ્તરામબાપુ ઘી વાળી ખોડિયાર બોધરયાણી, મહામંડલેશ્વર ઉદયગીરી બાપુ ધજડી, મહામંડલેશ્વર બંસીબાપુ ગોદડીયા આશ્રમ બાઢડા, નારાયણદાસ સાહેબ કબીર ટેકરી, ઘનશ્યામદાસબાપુ રામાનંદ ગુરુકુળ, લવજીબાપુ નેસડી, શિવચેતન બાપુ, વિષ્ણુસ્વામી ખાંભા ગુરુકુળ, હરિનંદનસ્વામી સ્વામિનારાયણ મંદિર રાજુલા, ચેતનગીરી બાપુ રાજુલા, સરસ્વતીભારથી માતાજી વાંકુની ધાર વગેરે સંતો મહંતો અને મહા મંડલેશ્વરો ઉપસ્થિત રહી અયોધ્યા ખાતે નવ નિર્માણ પામી રહેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિર માટે ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો પાસે શ્રી રામ જન્મ નિધિ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના સભ્યો કાર્યકરો ને ઘન રાશિ અર્પણ કરવા આહવાન કરાયુ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here