સાવરકુંડલા : બાઢડા ગામે બહેનનાં ઠપકાથી લાગી આવતા યુવતિનો આપઘાત

0
23
Share
Share

અમરેલી તા. ૩૦

સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામે રહેતી આરતીબેન ગોબરભાઈ વાળા નામની ૨૬ વર્ષીય યુવતીની બહેને તેણીની બહેનને પાણી આવતા કપડા ધોય ઝડપથી કામ કરવાનું કહેતા તેણીને લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતાં તેણીનું મોત થયાનું સાવરકુંડલા રૂરલ પોલીસમાં જાહેર થવા પામેલ છે.

સેઢા તકરારમાં પાડોશી પર હુમલો

રાજુલા નજીક આવેલ હિંડોરણા ગામે મીરાદાતાર પાછળ વાડીમાં રહેતા રામજીભાઈ વાલાભાઈ ધાપાએ ત્રણેક દિવસ પહેલા શેઢા પડોશી સમીરભાઈ દોસુભાઈ ઝાંખરાને તેના માલઢોર પોતાની વાડીમાં ચરાવવાની ના પાડતાં સામાવાળા સમરભાઈ ઝાંખરાએ તે વાતનું મનદુઃ રાખી બાબુભાઈ ઓઝાની વાડીએ આવી ગાળો આપી લોખંડનાં પાઈપ વડે આડેધડ માર મારી રામજીભાઈનાં પગમાં ફેકચર કરી દીધાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.

ગ્રાન્ટ પ્રશ્ને શિક્ષકને ધમકી

અમરેલીના ચિતલ રોડ ઉપર રહેતા અને નૂતન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તુલસીભાઈ રાઘવભાઈ મકવાણા નામના શિક્ષકને અમરેલી કલેકટર કચેરીના દરવાજા પાસેસામાવાળા ભરતભાઈ રામજીભાઈ કાતરીયાએ રોકી અને કહેલ કે એસ.એમ. કમિટીની ગ્રાન્‌ટ શા માટે રોકેલ છે, નડવાનું બંધ કરી દેજો નહીંતર ઘર આવી ટાંટીયા ભાંગી અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સામાવાળા ભરતભાઈના ભાઈ અરવિંદભાઈ કાતરીયાની બહારપરા કુમારશાળામાં બસ ચલાવવાનો કોન્ટ્રાકટ હોય જેના નાણા બાબતે ખાર રાખી શિક્ષકને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

જામજોધપુર : જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

જામ જોધપુરમાં આઝાદ ચોકમાં તુષાર કેશવલાલ મહેતા પોતાના મકાનમાં બહારથી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેમની બાતમીને લઇ જામજોધપુર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવેલ હતો.જેમાં તુષાર કેશવલાલ મહેતા (જાતે વાણીયા રહેવાનું આઝાદ ચોક), રાજેશ કાંતીભાઇ (હરીપર), ચંદુભાઇ પ્રેમજીભાઇ દેયાણી (ગામ વાંસજાળીયા), (૪) હસમુખ ગોપાલભાઇ કટારીયા (ભાયાવદર), (૫) મુકેશ નાનુભાઇ અનડકટ (ભાયાવદર), (૬) કમલેશ રતીલાલ ભુવા (બાલવા), (૭) દીલીપભાઇ છગનભાઇ (બાલવા) ને ઝડપી રૂ.૪૨૭૪૦ ની રોકડ કબજે કરવામાં આવી છે.

જાફરાબાદ : ટીંબી ગામે શોર્ટ સરકીટથી એટીએમ સળગ્યું

જાફરાબાદનાં ટીંબી ગામની મુખ્ય બજારમાં આવેલ એસબીઆઈનાં એટીએમમાં શોટર્ સરકીટથી આગ લાગતા તમામ વાયરીંગ બળીને ખાખ થઈ ગયું હતું. જો કે રોકડ રકમ કે અન્ય કોઈ મોટી નુકસાનીન થતાં બેન્ક મેનેજરે હાશકારો અનુભવ્યો હતો. આગની જાણ થતાં બેન્ક મેનેજર તેમજ પીજીવીસીએલનાં લાઈનમેન પઠાણભાઈ અને હેલ્પરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here