સાવરકુંડલા : પીઠવડી ગામે કુવામાં પડી જતા યુવકનું મોત

0
19
Share
Share

અમરેલી તા. ૧૭

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે રહેતા ભાયલાલ નાગજીભાઇ દેથળીયા નામના ૩૫ વર્ષીય યુવક મેવાસા ગામની સીમમાં આવેલ ઉદયભાઇ પ્રતાભાઇ ખુમાણની વાડીએ છેલ્લા પ દિવસ દરમિયાન અસ્માતે કુવામાં પડી જતા તેમનું મૃત્યુ થયાનું વંડા પોલીસમાં જાહે થવા પામેલ છે.

જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

ચલાલા નજીક આવેલ માણાવાવ ગામે રહેતા બાબાભાઇ ખોડુભાઇ ધાખડા સહિત ૬ ઇસમો માણાવાવ ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોય અમરેલી એલસીબી એ બાતમીના આધારે દરોડો કરી રોકડ રકમ રૂ.૧૨૪૪૦ ની મતા સાથે પ ને ઝડપી લીધા હતા. જયારે ૧ નાસી છુટતા તેમની શોધખોળ આદરી છે.

તરૂણીની છેડતી

સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે રહેતા બાબુભાઇ જેઠુરભાઇ વાઘોશી નામના ૪૦ વર્ષીય ખેડુતની સગીર વયની પુત્રી તથા તેણીની માતા સાથે વાડીએ ઘર તરફ આવી રહયા હતા ત્યારે તે જ ગામે રહેતા ભરતભાઇ વાલજીભાઇ ચૌહાણ તથા રમેશભાઇ મોહનભાઇ ચૌહાણે સગીર વયની તરુણી સામે આંખથી ઇશારા કરી તેણીની છેડતી કરી ગાલના ભાગે લપાટ મારી હતી. જયારે અન્ય બે લોકોએ તરુણી તથા તેણીની માતાને ગાળો આપી ધમકી આપી ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ સાવરકુંડલા રૂરલ પોલીસમાં નોંધાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here