સાવરકુંડલા : છેતરપિંડીનાં ગુનામાં ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો

0
15
Share
Share

અમરેલી, તા.૧૩

સાવરકુંડલા વિભાગની સ્પેશિયલ સ્કવોડે છેલ્લા દોઢેક વર્ષથી છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડયો છે. પોલીસ મહાનિદર્ેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સૂચના અન્વયે પોલીસ અધિકારી અમરેલીએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ડ્રાઈવ રાખેલ હોય જે પોલીસ સબ ઈન્સ્પેકટર એચ.એચ.સેગલિયાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફના એએસઆઈ હિંગરાજસિંહ પ્રદ્યુમનસિંહ તથા લોકરક્ષક બ્રિજરાજસિંહ વાળા તથા લોકરક્ષક યુવરાજસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ સોંઘરવાએ પીપાવાવ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં.૨૧/૨૦૧૯ ઈ.પી.કો.કલમ ૪૦૬, ૪૨૦, ૪૧૯, ૧૨૦-બી મુજબના છેતરપિંડી-વિશ્વાસઘાતના ગુનામાં પોતાની ધરપકડ ટાળી નાસતા-ફરતા આરોપી હિમાંશુકુમાર કરુણાશંકર મહેતાને રાજકોટ શહેર મવડી ચોકડી પુલ નીચેથી હસ્તગત કરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશને સોંપી આપેલ હોય અને આ અંગે પીપાવાવ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here